Home /News /kutchh-saurastra /

Jamnagar: ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરવા બદલ એક શખ્સની ધરપકડ, પોલીસે કરી ખાસ અપીલ

Jamnagar: ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરવા બદલ એક શખ્સની ધરપકડ, પોલીસે કરી ખાસ અપીલ

પોર્નોગ્રાફી

Cyber Crime: ઝડપયેલા આરોપી પાસેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવ્યા પ્રમાણેનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ત્યારબાદ આ ફોનની ઝડતી લેતા તેમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના પોર્ન વીડિઓ મળી આવ્યા હતા.

    જામનગર: છેલ્લા કેટલાક સમયથ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સમગ્ર ગુજરાતમાં દરોડા પાડી આ પ્રકારની સામગ્રી જોતા અને મોબાઈલમાં રાખતા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. આવા જ એક શક્સની જામનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. શહેરના ગોકુલનગર વિસ્તારના એક શખ્સની ચાઈલ્ડ પોરનોગ્રાફી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

    બનાવની વિગત એવી છે કે અમુક સખ્સો ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલ હોવાના ઈનપુટ મળતા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શનથી જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સુચના આપી હતી. જે અનુસંધાને પોલીસ અધિક્ષક સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષ રાજકોટ વિભાગ, રાજકોટનાઓની કચેરી તરફથી બાળકોને લગત એડલ્ટ ગુન્હાઓ અટકાવવા માટે તેમજ જરૂરી તપાસ કાર્યવાહી સારૂ ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપ્સ અત્રે ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી. જે બાબતે પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધેએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સની કામગીરી કરવા ટીમને યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અનુસંધાને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલ શકમંદ વ્યકિત ધર્મેશભાઇ અશોકભાઇ પરમાર રહે- ગોકુલનગર જામનગર વાળાના ઘરે રૂબરૂ જઇ તપાસ કરવામાં આવી હતી.

    ઝડપયેલા આરોપી પાસેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવ્ય પ્રમાણેનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ત્યારબાદ આ ફોનની ઝડતી લેતા તેમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના પોર્ન વીડિઓ મળી આવ્યા હતા. બાદમાં પોલીસે આરોપીને પકડી મોબાઈલ ઝાપટ કર્યો હતો. એટલું જ નહીં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આઇ.ટી.એકટ કલમ 67 બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સામે ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

    પોલીસે કરી આવી અપીલ

    જામનગરમાં સામે આવેલી શરમજનક ઘટનાબાદ જામનગર સાઇબર ક્રાઇમ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે સગીર વયના બાળકોના એડલ્ટ ફોટા કે વિડીયો મોબાઇલમાં રાખવા કે સોશિયલ મીડીયા (ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ કે અન્ય કોઇ એપ્લીકેશનના માધ્યમથી અન્ય કોઇ વ્યકિતને મોકલવા કે શેર કરવા તે ગુનાને પાત્ર છે. જો કોઈ વ્યક્તિ પાસેથી આવી સામગ્રી મળી આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    First published:

    Tags: Child Pornography, Crime news, CYBER CRIME, Jamnagar News, Local News

    આગામી સમાચાર