Home /News /kutchh-saurastra /

આ ગુજરાતીએ દેશી જુગાડ અને કોઠા સુજથી માત્ર નજીવા ખર્ચમાં સાયકલને બનાવી બાઇક, જુઓ Video

આ ગુજરાતીએ દેશી જુગાડ અને કોઠા સુજથી માત્ર નજીવા ખર્ચમાં સાયકલને બનાવી બાઇક, જુઓ Video

આ

આ ગુજરાતીનો જુગાડ જુઓ, સાયકલને બનાવી બાઇકઃ video

સોશિયલ મીડિયા પર તમે દેશી જુગાડના અનેક વીડિયો જોતા હશો, લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓમાં બદલાવ કરીને ઉપયોગમાં લેતા હોય છે. આવો જ એક જુગાડ ખંભાળિયાના એક વ્યક્તિએ તૈયાર કર્યો છે.

    સંજય વાઘેલા, જામનગરઃ સોશિયલ મીડિયા પર તમે દેશી જુગાડના અનેક વીડિયો જોતા હશો, લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓમાં બદલાવ કરીને ઉપયોગમાં લેતા હોય છે. આવો જ એક જુગાડ ખંભાળિયાના એક વ્યક્તિએ તૈયાર કર્યો છે. અજયભાઇ નામના આ વ્યક્તિએ પોતાની દેશી કોઠા સૂઝની મદદથી સામાન્ય સાયકલને મોડિફાઇડ કરી બાઇક બનાવી દીધી છે.

    ગરીબીને કારણે આવ્યો આઇડિયા

    સાયકલને બાઇક બનાવનાર કિશોરભાઇનું કહેવું છે કે બાળપણથી જ તેઓને બાઇકનો શોખ હતો, જો કે પરિવારની સ્થિતિ એટલી સારી ન હતી કે બાઇક લઇ શકે. બાદમાં તેઓનો પરિવાર સાયકલનો જ ખર્ચ ઉઠાવી શકે તેમ હતો. આથી તેઓએ સાયકલ ખરીદી હતી. ડ્રાઇવરની નોકરી કરતાં કિશોરભાઇ માટે 50થી 80 હજારની બાઇક ખરીદવી મુશ્કેલ હતું પરંતુ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. બસ એક દિવસ કિશોરભાઇએ વિચારી લીધું કે તેઓ સાયકલને જ બાઇક બનાવી દેશે.

    આ પણ વાંચો: Corona effect: કોરોના સંક્રમણની સુનામી વચ્ચે Self covid test કિટના વેચાણમાં ચાર ગણો ઉછાળો 

    કિશોરભાઇએ સૌપ્રથમ સાયકલને ઇલેક્ટ્રીક બાઇક કેમ બનાવવું તે માટે જાણકારી પ્રાપ્ત કરી, ત્યારબાદ બેટરી અને મોટરને સાથે જોડી માત્ર 15 હજારના ખર્ચમાં સાયકલને બાઇક બનાવી દીધી. કિશોરભાઇએ બનાવી આ ઇલેક્ટ્રીક બાઇકમાં સ્પિડનું મીટર, લાઇટ, શોર્ટ સર્કિટ થાય તો MCB સહિતની વસ્તુઓ ફિટ કરવામાં આવી. કિશોરભાઇની આ મોડિફાઇડ સાયકલ જોઇને દરેક લોકો અચંબામાં પડી જાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર