જામનગરઃ કાલાવડ હાઇવે પર બાઈક અકસ્માત, એક ઝાટકે માસુમ બાળક સહિત દંપતીનું કમકમાટી ભર્યું મોત

જામનગરઃ કાલાવડ હાઇવે પર બાઈક અકસ્માત, એક ઝાટકે માસુમ બાળક સહિત દંપતીનું કમકમાટી ભર્યું મોત
અકસ્માત ગ્રસ્ત બાઈક

જામનગર નજીક ઠેબા ચોકડીથી કાલાવડ તરફ જવાના માર્ગ પર વિજરખી અને ઠેબા ગામની વચ્ચેના માર્ગ પરથી પસાર થતાં બાઇકને કોઇ અજાણ્યા વાહને ઠોકર મારતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજયા હતા.

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર: જામનગર (Jamnagar) નજીક વિજરખી પાસે અકસ્માતમાં (Accident) ત્રણ લોકોના મોત થયા છે. અજાણ્યાયા વાહને બાઇક સવારને હડફેટે લેતા નાના બાળક સહિત દંપતીનું (couple died in Accident) અકાળે અવસાન થયું છે.

  જામનગર કાલાવડ માર્ગ પર ઠેબા અને વિજરખી વચ્ચે ગમ્ખ્વાર અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ વ્યકિતના ઘટનાસ્થળે અરેરાટીજનક મોત નિપજ્યાં હતા. બનાવની જાણ થતાં 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.  જામનગર કાલાવડ હાઇવે પર ભર બપોરે સર્જાયેલા ગમ્ખ્વાર અકસ્માતમાં જામનગર નજીક ઠેબા ચોકડીથી કાલાવડ તરફ જવાના માર્ગ પર વિજરખી અને ઠેબા ગામની વચ્ચેના માર્ગ પરથી પસાર થતાં બાઇકને કોઇ અજાણ્યા વાહને ઠોકર મારતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજયા હતા.

  આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

  આ પણ વાંચોઃ-રાજકોટઃ જેતપુરમાં હોળીના જ દિવસે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, મોટા ભાઈએ નાનાભાઈની કાતર વડે કરી હત્યા

  આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

  આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર દિનુભાઇ મગનભાઇ (ઉ.વ.30) અને તેમના પત્ની અમુબેન દિનુભાઇ સાડમિયા (ઉ.વ.28) તથા એક બાળક સહિત ત્રણેયને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.  આ ઘટનાને પગલે તાત્કાલિક 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો છે અને મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત સર્જી ભાગી છુટેલા વાહન અંગેની ભાળ મેળવવા વધુ તપાસ ચલાવી રહી છે.
  Published by:ankit patel
  First published:March 31, 2021, 16:34 pm

  ટૉપ ન્યૂઝ