Home /News /kutchh-saurastra /

17 વર્ષ સરહદ પર દેશની સેવા કરી સેનામાંથી નિવૃત્ત થયેલ અલ્પેશ ચોવટીયાનું વતનમાં સ્વાગત, મંત્રીએ કહ્યું અમને તમારા પર ગૌરવ છે

17 વર્ષ સરહદ પર દેશની સેવા કરી સેનામાંથી નિવૃત્ત થયેલ અલ્પેશ ચોવટીયાનું વતનમાં સ્વાગત, મંત્રીએ કહ્યું અમને તમારા પર ગૌરવ છે

સેનામાંથી નિવૃત્ત થયેલ અલ્પેશ ચોવટીયાનો સન્માન સમારોહ યોજાયો

Jamnagar News - કૃષિમંત્રી રાઘવજી પટેલ મોટા થાવરીયા ગામે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલ અલ્પેશભાઈ ચોવટીયાના નિવૃત્તિ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા

    જામનગર : ઠંડી હોય, તડકો હોય કે પછી મુશળધાર વરસાદ હોય, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરવા માટે એક દિવાલ બનીને સરહદ પર ઉભા રહેતા વીર જવાનોના વખાણ કરીએ એટલા ઓછા પડે. દેશવાશીઓ રાત્રે શાંતિથી સુઈ શકે તે માટે આ વીર જવાનો (Armyman)જાગતા હોય છે અને દુશ્મનોને એક ડગલું પણ સરહદની (Border)અંદર ઘૂસવા દેતા નથી. દેશની આવી સેવા કરવાની તક નસીબદાર યુવાનને જ મળે છે. આ સેવા કરી નિવૃત થતાં જવાનનું વતનમાં ખુબ જ સ્વાગત કરવામાં આવે છે. પોતાના પરિવાર, મિત્રો, વતન બધું જ છોડી પોતાની જાતને દેશ માટે ખપાવી દેતા આ જવાનોને સત સત નમન છે. ત્યારે જામનગરના (Jamnagar)રહેવાસી અને દેશની સેવા કરીને નિવૃત થયેલા જવાન અલ્પેશભાઈનું વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

    કૃષિમંત્રી રાઘવજી પટેલ (Agriculture Minister Raghavji Patel)મોટા થાવરીયા ગામે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલ અલ્પેશભાઈ ચોવટીયાના નિવૃત્તિ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને અલ્પેશભાઈએ કરેલી 17 વર્ષની દેશ સેવાની ફરજને બિરદાવી હતી.

    આ પણ વાંચો - ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે આ કેદીની કહાની, 27 વર્ષ સુધી રહ્યો ફરાર, પરિવારે કાઢી લીધો હતો મરણનો દાખલો

    આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે અલ્પેશભાઈ17 વર્ષની સૈનિક તરીકે ફરજ પૂર્ણ કરી નિવૃત્ત થયા છે જે ખૂબ ગૌરવની વાત છે. લશ્કરની ફરજ ખૂબ જ જોખમી તેમજ અનેક પડકારોથી ભરેલી છે. આ ફરજમાં ગમે તે ક્ષણે મોતનો સામનો પણ કરવો પડી શકે છે. પાકિસ્તાન અને ચીન જેવા આપણા દુશ્મનો છે ત્યારે આવા સંજોગોમાં પણ લશ્કરમાં જોડાઈ તમામ જવાબદારીઓ અને ફરજ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવી એ ખૂબ ગર્વની બાબત છે.
    First published:

    Tags: Jamnagar News, જામનગર, ભારતીય સેના

    આગામી સમાચાર