જામનગર: સંબંધ લજવાયો, 9 વર્ષની બાળકી સાથે સગીર પિતરાઈએ જ કુકર્મ આચર્યું

જામનગર: સંબંધ લજવાયો, 9 વર્ષની બાળકી સાથે સગીર પિતરાઈએ જ કુકર્મ આચર્યું
જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ

આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પોલીસ પણ ઘટનાની માહિતી મેલવી ચોંકી ગઈ હતી

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર : રાજ્ય સહિત દેશભરમાં સ્ત્રી અત્યાચારના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા કડકમાં કડક કાયદા બનાવ્યા બાદ પણ દેશમાં મહિલા અને બાળકીઓ સુરક્ષિત નથી જણાઈ રહી. હવસખોરોને કાયદાની કે પોલીસની જરા પણ બીક ન હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે જામનગરમાં સંબંધોને કલંકીત કરતી ઘટના સામે આવી છે. જેમાં એક 9 વર્ષની બાળકી પર પોતાના ભાઈ દ્વારા જ બળાત્કારની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક બાળકી પર બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં 9 વર્ષની બાળકી પર કાકાના દીકરા ભાઈ દ્વારા જ બળાત્કારની ઘટના સામે આવી છે. ભાઈએ નાની બહેન પર કુકર્મ આચર્યું છે. આ ઘટનાની લાલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  વિગતે ઘટનાની વાત કરીએ તો, જામનગર જિલ્લાના લાલપુર પંથકના એક ગામમાં રહેતા પરિવાર પર આભ ફાટી પડ્યું જ્યારે તેમને ખબર પડી કે, કુંટુંબના ભાઈએ જ નાની બહેન સાથે સંબંધોને લાંછન લગાડની ઘટનાને અંજામ આપ્યો છે. રાફુદળ વિસ્તારની વાડીમાં કાકાનો દીકરો પોતાની 9 વર્ષની નાની બહેન સાથે ગયો હતો, આ સમયે સગીર ભાઈએ બહેન સાથે ગંદુ કામ કર્યું. આ ઘટનાની જાણ દીકરીએ માતા-પિતાને કરતા હાહાકાર મચી ગયો.

  જામનગર : પાંચ દિવસમાં 4 બળાત્કાર, 'સાવન શાહે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું'

  જામનગર : પાંચ દિવસમાં 4 બળાત્કાર, 'સાવન શાહે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું'

  માતા-પિતાએ તુરંત આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પોલીસ પણ ઘટનાની માહિતી મેલવી ચોંકી ગઈ હતી. આખરે પોલીસે એક્શનમાં આવી આ મામલે પરિયાદ નોંધી સગીરવયના યુવકની અચકાયત કરી બાળકીના રિપોર્ટ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

  આ મામલે જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગરના રાફુદળ ગામ વિસ્તારમાં વાડીમાં 9 વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે પોક્સો અને 376ની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી બાળકીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. ગુનો આચરનાર યુવક પમ સગીર વયનો હોવાનું સામે આવ્યું છે, જે અંતર્ગત આગળની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના ગઈકાલે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાથી સામે આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના એક ગામમાં સગીરા પરિવાર સાથે રહે છે. સગીરાના મામાના દીકરાએ નાસ્તાનની લાલચ આપીને તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં એકલતાનો લાભ ઉઠાવીને પિતરાઈ ભાઈએ નાની બહેન ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને સગીરાને કોઈને વાત નહી કહેવાની ધમકી આપી હતી.
  Published by:kiran mehta
  First published:October 30, 2020, 16:52 pm

  ટૉપ ન્યૂઝ