Jamnagar: 'તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી', પતિ સાથે ઝઘડો થતાં મહિલા MPથી આવી કર્યો આપઘાતનો પ્રયાસ
Jamnagar: 'તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી', પતિ સાથે ઝઘડો થતાં મહિલા MPથી આવી કર્યો આપઘાતનો પ્રયાસ
રેસ્ક્યૂ કરેલી યુવતી અને અભયમની ટીમ
જામજોધપુર તાલુકાના (Jamjodhpur) સમાણાં ગામમાંથી સામાજિક કાર્યકરનો 181અભયમમાં (181 abhayam) ફોન આવેલ કે એક દીકરી અહી મળી આવી છે જેને કૂવામાં પડી આત્મહત્યાનો પ્રયાસ (suicide attempt) કર્યો છે.
જામનગર: જામનગર જિલ્લાના (Jamnagar) જામજોધપુર તાલુકાના (Jamjodhpur) સમાણાં ગામમાંથી સામાજિક કાર્યકરનો 181અભયમમાં (181 abhayam) ફોન આવેલ કે એક દીકરી અહી મળી આવી છે જેને કૂવામાં પડી આત્મ-હત્યાનો પ્રયાસ કર્યો છે. અને તે મૂળ એમ.પી.ના શોટીગોલાના રહેવાસી હોવાનું જણાવે છે. તેઓની ઉંમર 18 વર્ષ આસપાસ છે અને હાલ તેનું અહી કોઈ નથી તો આપ તેની મદદ કરો.
કોલ મળતા જ 181ની અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાઉન્સેલિંગ કરતાં દીકરીએ જણાવ્યું હતું કે તે તેના માતા સાથે ઝગડો કરી મધ્યપ્રદેશ પોતાના ઘરેથી નાસી ગઈ હતી.તેના લગ્ન એક યુવક સાથે થયેલા છે પરંતું તેને તેના પતિ દ્રારા" તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી"તેવું કહેવામાં આવે છે જેને લઈ અમારા વચ્ચે વારંવાર અણબનાવ બનવા પામતો હતો.મધ્યપ્રદેશથી ટ્રેનમાં અને ત્યાર બાદ બસમાં બેસી જામજોધપુરના સમાણા સુધી પહોંચી હતી.
સમાણાં ગામના સામાજિક કાર્યકરે આ દિકરીને આશરો તેમજ કપડાં અને જમવાનુ આપી 181ની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધી તે દિકરીને સાચવેલ.યુવતીને હાલ આશ્રયની જરૂરિયાત લાગતા 181ની અભયમ ટીમે દિકરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવાનો નિર્ણય લીધો જેથી તેને આશ્રય મળી રહે અને દિકરી ત્યાં સુરક્ષિત રહે.આમ, ઘરેથી માતા સાથે ઝગડો કરી નાસી છૂટેલી દીકરીને જામનગરની ૧૮૧ની ટીમના કાઉન્સેલર પોપટ પૂર્વી, કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલાએ દીકરીને મદદ કરી ઘરનું કોઈ જ સભ્ય અહી હાજર નથી ત્યારે દિકરીને સુરક્ષા અને આશ્રય અપાવી સંવેદનાસભર કમગીરી બજાવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર