જામનગરમાં ભંગારની આડમાં 100 કિલો સોનું ઝડપાયું

News18 Gujarati
Updated: March 31, 2019, 9:51 AM IST
જામનગરમાં ભંગારની આડમાં 100 કિલો સોનું ઝડપાયું
પ્રતિકાત્મક તસવીર

પ્રાથમિક તબક્કે મળતી માહિતી પ્રમાણે અંદાજે 100 કિલો જેટલું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: જામનગરમાં જીઆઇડીસી ફેસ-2માં આવેલા નામાંકિત બ્રાસપાર્ટના કારખાનામાં ડીઆરઆઇ સહિતની કેન્દ્રીય તપાસનીસ એજન્સીઓના અધિકારીઓએ દરોડો પાડી ભંગારની આડમાં સોનાની દાણચોરીનું કૌંભાડ ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે મળતી માહિતી પ્રમાણે અંદાજે 100 કિલો જેટલું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. જોકે આ અંગે હજી અધિકારીઓએ મગનું નામ મરી નથી પાડ્યું.

આ અંગે વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુંબઈમાં બે દિવસ પહેલા દરોડા પડાયા હતા જે દરમિયાન જામનગરનાં કૌંભાડની માહિતી બહાર આવતા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-2 માં કાર્યરત નામાંકિત બ્રાસપાર્ટની પેઢી દ્વારા વિદેશથી મંગાવતા પિતળના ભંગારના જથ્થા સાથે દાણચોરીથી સોનું મંગાવાતા હોવાની માહિતી ડીઆરઆઇને મળી હતી. જેના આધારે શુક્રવારે મુંબઇની ડીઆરઆઈ સાથે કેન્દ્રીય તપાસ એજન્સીએ અહીં આવીને તપાસ કરી હતી. જે દરમિયાન બ્રાસપાર્ટનાં કારખાનાનાં માલિકની કારમાંથી એક બેગ મળી આવી હતી. જેમાં ભંગારની આડમાં સોનાની દાણચોરીનાં ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતાં. જેના આધારે કારખાનામાં તપાસ કરતા તેમને સોનાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

જામનગરઃ આર્મી જવાને લમણે ત્રણ ગોળી મારીને કરી આત્મહત્યા

નોંધનીય છે કે મુંબઇ ડીઆરઆઇએ ગુરૂવારના રોજ દુબઇથી ભંગારની આડમાં સોનાની દાણચોરીનું મસમોટું રેકેટ પકડી પાડી 110 કિલો સોનું ઝડપી પાડ્યું હતું. જેમાં 7 શખ્સોની ધરપકડ કરી હતી. જેમણે કહ્યું હતું કે ભંગારની આડમાં સોનાની દાણચોરી કરી સોનું ઝવેરી બજારમાં વેંચવામાં આવતું હોવાની કબૂલાત આપી હતી. આ રેકેટમાં જામનગરની બ્રાસપાર્ટ પેઢીની પણ સંડોવણી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બાદ અધિકારીઓએ કારખાનેદારના રણજીતસાગર રોડ પર આવેલા રહેણાંક મકાનમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અધિકારીઓ પોતાની સાથે સોનું લઇને મુંબઇ રવાના થયાનાં સમાચાર મળી રહ્યાં છે.
First published: March 31, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading