Home /News /kutchh-saurastra /Kutch News: આ ચોમાસે કચ્છમાં સચરોચર વરસાદ માટે રામકુંડ ખાતે યોજાઈ જળપૂજા અને દીપમાળા

Kutch News: આ ચોમાસે કચ્છમાં સચરોચર વરસાદ માટે રામકુંડ ખાતે યોજાઈ જળપૂજા અને દીપમાળા

X
કચ્છમાં

કચ્છમાં હવે ચોમાસાને માત્ર ત્રણ અઠવાડિયા બાકી

Kutch Monsoon : પાણી માટે તરસતા રણપ્રદેશ કચ્છ (Kutch) માં આવતા ચોમાસામાં સારો વરસાદ (Rain) પડે અને ઐતિહાસિક સ્થાપત્યો પ્રત્યે લોકજાગૃતિ વધે તે માટે સામાજિક સંસ્થા દ્વારા જળપૂજા અને દીપમાળા યોજાયા હતા.

Dhairya Gajara, Kutch: રણપ્રદેશ હોવાના કારણે કચ્છ (Kutch District) હંમેશા પાણી માટે વલખાં મારતો રહ્યો છે. અનેક દુષ્કાળ (Drought in Kutch) જોનાર કચ્છ પ્રદેશ લગભગ હર વર્ષે ઉનાળામાં પાણી માટે તરસતો રહે છે. કચ્છના ઐતિહાસિક જળ સ્ત્રોત (Historical Water Bodies of Kutch) પણ આ જ રાહમાં સુકાતા રહે છે. હર વર્ષે ચોમાસા પહેલા સારા વરસાદ માટે કચ્છીઓ મનોકામના કરતા હોય છે. તો શનિવારે એક સામાજિક સંસ્થા દ્વારા આવતા ચોમાસામાં સારા વરસાદ માટે અને ઐતિહાસિક જળ સ્થાપત્યો પ્રત્યે લોકોમાં જાગૃકતા વધે તે માટે જળપૂજા (Jalpuja) અને દીપમાળા (Deepmala) યોજવામાં આવી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં હવે ચોમાસાને માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે ત્યારે ધરતીપુત્રો સાથે દરેક કચ્છી જન મનોમન પ્રાર્થના કરી રહ્યો છે કે આ વર્ષે સારું વરસાદ પડે અને બધા જળ સ્ત્રોત ભરાઈ જાય. તો સદીઓથી અનેક દુષ્કાળનો ઈતિહાસ ધરાવતા આ પ્રદેશમાં લોકોએ પાણીની કિંમત સમજી કૂવા, સેલોર, કુંડ જેવા અનેક જળસ્ત્રોત પણ બંધાવ્યા છે. પણ આજે લોકો આ સ્થાપત્યોનું મૂલ્ય ભૂલી ગયા હોય એ રીતે તેમની હાલત અને દુર્દશા તરફ આંખ આડા કાન કરી રહ્યા છે.

ગાંધીનગરની અતુલ્ય વારસો સંસ્થા દ્વારા કચ્છમાં સચરાચરો વરસાદ થાય અને આપના ઐતિહાસિક સ્થાપત્યો પ્રત્યે લોક જાગૃતિ બધે તે ઉદ્દેશ્યથી શનિવારે ભુજના રામકુંડ ખાતે જળપૂજા અને દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના હમીરસર તળાવ ખાતે આવેલા રામકુંડને દિવડાઓથી શણગારવામાં આવ્યું હતું અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય અને ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના હસ્તે જળપુજા કરાવવામાં આવી હતી.

ઐતિહાસિક રામકુંડની વિશેષતાઓ

રામકુંડ એક પ્રકારનો જળસ્રોત છે અને 300 વર્ષથી વધુ પ્રાચીન હોવાના સંદર્ભો સાંપડે છે. રામકુંડની ચારે બાજુ દિવાલોમાં દિવાઓ મુકવા માટે સુંદર કલાત્મક ગોખલાઓ ઘડેલા છે, જેમાં તહેવાર પ્રસંગોએ દિવાઓ પ્રગટાવતાં આખો રામકુંડ રોશનીથી ઝળહળી ઉઠે અને શોભી ઉઠે. આ રામકુંડ 10માં સૈકા દરમ્યાન બંધાવવામાં આવ્યું હોવાનું અનુમાન છે. આ રામકુંડની રચના ભુજના હમીરસર તળાવની આવના વહેણ પર છે.આ વહેણ હમીરસરને જયાં મળે છે એની પાસે રામકુંડ બનેલો છે, આ રામકુંડની ખાસ જાણવા જેવી હકીકત એ છે કે, હમીરસર તળાવના પાણીની સપાટી મુજબ રામકુંડમાં પાણીની સપાટી રહે છે, એ રીતે ભૂગર્ભમાંથી પાણીની આવ રામકુંડના તળીયાંમાં રહેલા કૂવામાં આવે છે અને રામકુંડ ભરાતો જાય જયારે હમીરસર પૂરું ભરાઇ જાય અને ઓગની જાય ત્યારે આ રામકુંડ છેક ઉપર સુધીની સપાટી એ પાણી ભરાઇ જાય છે.
First published:

Tags: Kutch Latest News, Kutch news, Monsoon 2022, કચ્છ, કચ્છ સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો