સ્વાઈનફ્લુનો હાહાકાર: વધુ એક સ્ક્રીનીંગ વોર્ડ શરૂ કરવામાં આવ્યો

VINOD LEUVA | News18 Gujarati
Updated: August 10, 2017, 2:53 PM IST
સ્વાઈનફ્લુનો હાહાકાર: વધુ એક સ્ક્રીનીંગ વોર્ડ શરૂ કરવામાં આવ્યો
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2 સ્વાઈન ફલૂ ના દર્દીઓના મોત થયા છે. ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 113 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી 24ના મોત થયા છે. ડોક્ટર્સ દ્વારા પણ સાવચેતી માટે લોકોને સમજાવી રહ્યા છે ત્યારે શ્રાવણ મહિનામાં થતા મેળાઓમાં અને ભીડભાડ વળી જગ્યાઓ પર જેને શરદી ખાંસી તાવ જેવી બીમારીઓ હોય તેણે ના જવાની સલાહ પણ આપી રહ્યા છે
VINOD LEUVA | News18 Gujarati
Updated: August 10, 2017, 2:53 PM IST
ગુજરાત રાજ્યમાં સતત વરસાદ બાદ હવે જ્યારે આંશિક ઉઘાડ નીકળ્યો છે ત્યારે હવે રોગચાળાએ માઝા મૂકી છે. સ્વાઈન ફલૂ  ના કારણે દર્દીઓ થી ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ માં દર્દીઓ વધી જતા વધારાનો એક સ્ક્રીનિંગ વોર્ડ સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટે શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ 2009 માં દસ્તક દીધી હતી. ત્યારે માનવામાં આવતું હતું કે ઠંડા વાતાવરણમાં સ્વાઈન ફલૂ વધે છે. પરંતુ હવે ઉનાળો અને ચોમાસામાં પણ સ્વાઈન ફલૂ ના કેસ વધી રહ્યા છે. ત્યારે તંત્ર ચિંતિત છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2 સ્વાઈન ફલૂ ના દર્દીઓના મોત  થયા છે. ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 113 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી 24ના મોત  થયા છે. ડોક્ટર્સ દ્વારા પણ સાવચેતી માટે લોકોને સમજાવી રહ્યા છે ત્યારે શ્રાવણ મહિનામાં થતા મેળાઓમાં અને ભીડભાડ વળી જગ્યાઓ પર જેને શરદી ખાંસી તાવ જેવી બીમારીઓ હોય તેણે  ના જવાની સલાહ પણ આપી રહ્યા છે
First published: August 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर