Home /News /kutchh-saurastra /હળવદમાં મોતની દીવાલ પડવાથી થયા હતા 12 લોકોના મોત, કંપનીના માલિક સહિત આઠ સામે ગુનો નોંધાયો
હળવદમાં મોતની દીવાલ પડવાથી થયા હતા 12 લોકોના મોત, કંપનીના માલિક સહિત આઠ સામે ગુનો નોંધાયો
Morbi News: આ ગુનાની વધુ તપાસ રેન્જ આઈજી સંદીપ સિંહ અને એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પીઆઇ જે એમ આલની ટીમે હાથ ધરી છે. આ અખસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા.
Morbi News: આ ગુનાની વધુ તપાસ રેન્જ આઈજી સંદીપ સિંહ અને એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પીઆઇ જે એમ આલની ટીમે હાથ ધરી છે. આ અખસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા.
મોરબી: હળવદમાં જીઆઇડીસીમાં (Halvad GIDC) સાગર સોલ્ટ નામની કંપનીમાં (Sagar Salt company accident) દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં દીવાલ પડવાથી કામ કરતા 12 શ્રમિકો મોતને ભેટ્યા હતા. આ બનાવમાં હળવદ પોલીસ (Halvad Police) મથકમાં સાગર સોલ્ટના મલિક અફઝલ અલરખા ધોનીયા સહિત આઠ ઈસમો સામે ગુનો નોંધાયો છે. ગણતરીના કલાકમાં આરોપીઓ પોલીસના હાથવેંતમાં હશે,
માલિક સહિત આઠ સામે ગુનો
આ બનાવમાં હળવદ પોલીસ મથકે આઠ ઈસમો સામે ગુનો નોંધાયો છે. જેમાં સાગર સોલ્ટના મલિક અફઝલ અલરખા ધોનીયા, દેવો ઉર્ફે વારી અલરખા ધોનીયા, રાજેશ મહેન્દ્રભાઈ જૈન, કિશન લાલરામ ચૌધરી, આત્મારામ કિશનરામ ચૌધરી, સંજય ચુનીલાલ ખત્રી, મનોજ રેવભાઈ સનોરા અને આરીફ નુરાભાઈ સામે ગુનો નોંધાયો છે. આઠ વ્યક્તિઓ સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ a,૧૧૪, બાળ કામદાર 1960ની કલમ ૩ a 14 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ રેન્જ આઈજી સંદીપ સિંહ અને એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પીઆઇ જે એમ આલની ટીમે હાથ ધરી છે. આ આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ ઘટનાની નોંધ લેવામાં આવી હતી. તો બીજી બાજુ કંપની માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે, મંત્રી બ્રિજેશ મેરજાએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા અને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવા અધિકારીઓને તાકીદ કરી હતી. તે સમયે રેન્જ આઈજી સંદીપ સિંહે પણ ન્યુઝ 18 સાથેની વાતચીતમાં કોઈ જવાબદાર ચમરબંધિઓને છોડવામાં નહિ આવે તેવું જણાવ્યું હતું. ત્યારે ગત મોડી રાત્રીના આઠ લોકો સામે પોલીસ ફરિયાદ થઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર