ગાંધીધામમાં ખૂની ખેલ, માનસિક અસ્થિર યુવતીએ માતા-બહેનને મોતને ઘાટ ઉતાર્યા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીધામમાં ખૂની ખેલ, માનસિક અસ્થિર યુવતીએ માતા-બહેનને મોતને ઘાટ ઉતાર્યા
ગાંધીધામમાં આજે વહેલી પરોઢે ખૂની ખેલ ખેલાયો હતો. પરિવારજનો ભર ઉંઘમાં હતા ત્યારે માનસિક અસ્થિર યુવતીએ પોતાની માતા અને બહેન પર તલવાર વડે હુમલો કરતાં હાહાકાર મચી ગયો હતો. બૂમાબૂમથી જાગી ગયેલા પરિવારજનો અને આસપાસના રહીશો યુવતીને રોકે એ પહેલા તો માતા પુત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બહેનને ચૂંગાલમાંથી બચાવી લીધી હતી. જોકે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાઇ છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
કચ્છ #ગાંધીધામમાં આજે વહેલી પરોઢે ખૂની ખેલ ખેલાયો હતો. પરિવારજનો ભર ઉંઘમાં હતા ત્યારે માનસિક અસ્થિર યુવતીએ પોતાની માતા અને બહેન પર તલવાર વડે હુમલો કરતાં હાહાકાર મચી ગયો હતો. બૂમાબૂમથી જાગી ગયેલા પરિવારજનો અને આસપાસના રહીશો યુવતીને રોકે એ પહેલા તો માતા પુત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બહેનને ચૂંગાલમાંથી બચાવી લીધી હતી. જોકે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાઇ છે. કચ્છ જિલ્લાના ગાંધીધામના સુંદરપુરીમાં બનેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. માતા અને સગી બહેનને મોતને ઘાટ ઉતારવાની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુંદરપુરીના સથવારા વાસમાં રહેતા કસ્તૂરભાઇ દેવીપૂજક ઘરની બહાર તથા અન્ય સભ્યો ઘરમાં સૂઇ રહ્યા હતા. જોકે વહેલી સવારે બૂમાબૂમ થતાં તેઓ જાગી ગયા હતા અને જોયું તો માનસિક રીતે બિમાર પુત્રી મંજુ તલવારથી પરિવારજનો પર હુમલો કરી રહી હતી. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને મંજુને પકડી તલવાર છોડાવી હતી જોકે આ દરમિયાન મંજૂએ તલવારથી કરેલા હુમલાથી ગંભીર ઇજાઓ થતાં કસ્તૂરભાઇના પત્નિ રાજબાઇ (ઉ.વ.60) અને પુત્રી આરતીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક પુત્રી મધુને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડી હતી. જ્યારે પોલીસે હુમલો કરનાર મંજુની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
First published: February 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर