દીવ પાસે દિવ્ય બનવાની તાકાત, નાગરિકોની આવક બમણી થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
દીવ પાસે દિવ્ય બનવાની તાકાત, નાગરિકોની આવક બમણી થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ બાદ દીવ એરપોર્ટ ખાતે આવી પહોંચતાં અહીં ઉમળકાભેર એમનું સ્વાગત કરાયું હતું. દીવ ખાતે જનમેદનીને સંબોધતાં પીએમ મોદીએ દીવને દેશ અને દુનિયામાં સૌર ઉત્પાદન માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. દીવમાં આગામી સમયમાં ટુરીઝમ ક્ષેત્રે ઘણો વિકાસ કરાશે. દીવને દિવ્ય બનાવાશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
દીવ #વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ બાદ દીવ એરપોર્ટ ખાતે આવી પહોંચતાં અહીં ઉમળકાભેર એમનું સ્વાગત કરાયું હતું. દીવ ખાતે જનમેદનીને સંબોધતાં પીએમ મોદીએ દીવને દેશ અને દુનિયામાં સૌર ઉત્પાદન માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. દીવમાં આગામી સમયમાં ટુરીઝમ ક્ષેત્રે ઘણો વિકાસ કરાશે. દીવ પાસે દિવ્ય બનવાની તાકાત છે. પ્રવાસ માટે દીવ ઉત્તમ છે. ભારત માતાકી જય સાથે સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આટલી જનમેદની જોઇ એમ લાગે છે કે કોઇ ઘરે રહ્યું નથી, આખું ગામ અહીં આવ્યું છે. બે દિવસમાં આપ સૌએ આશીર્વાદ આપ્યા સ્નેહ આપ્યો એ બદલ આભાર વ્યક્ત કરૂ છું. આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ છે. દેશની જનતાને દીવ એક એવું સ્થાન છે કે જ્યાંથી સટીક સંદેશ આપી શકાય છે. દીવવાસીઓને ખબર છે કે નથી એ માલુમ નથી, પરંતુ સામાન્ય નાગરિકોને આની ખબર નહીં હોય.
આપણા દેશમાં પુરૂષ અને સ્ત્રીમાં મોટો ભેદ છે. એક હજાર પુત્રોની સરખામણીએ ક્યાંક 800, ક્યાંક 900 પુત્રીઓ પેદા થાય છે. સમાજમાં અસંતુલન છે. દેશમાં બેટી બચાવોનું અભિયાન પણ ચાલે છે. દેશવાસીઓને કહેતાં ગર્વ અનુભવી રહ્યો છું કે, અહીં  સ્થિતિ પ્રેરણાદાયક છે. દીવની પ્રોફાઇલ આપી છે જેમાં જનસંખ્યામાં એક હજાર પુરૂષે 1040 મહિલાઓ છે. જ્યાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધું હોય અને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે મળવાનો અવસર મળે એને હું મારૂ સદભાગ્ય માનું છું. વિશ્વ ગ્લોબલ વોર્મિંગને લઇને ચિંતિત છે. પ્રાકૃતિક સંશાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, પરંતુ વિશ્વને આ નાનું દીવ સંદેશ આપી શકે એમ છે. આ દીવની વીજળીની ખતપ 9 મેગા વોટની છે. પરંતુ આ દીવે 10 મેગાવોટથી વધુ સૂર્ય ઉર્જાનું ઉત્પાદન કરીને શક્તિ બતાવી છે. દેશ માટે દુનિયા માટે દીવ પ્રેરણારૂપ છે. મને કહેવાયું કે હુ પહેલો વડાપ્રધાન છું કે અહીં આવ્યા હોય, સ્વાગત માટે ગલી ગલીમાં જે સફાઇ અભિયાન ચલાવ્યું છે એ માટે આપને અભિનંદન આપું છું. વડાપ્રધાનના આગમનને ઉત્સવમાં બદલી નાંખ્યો છે. હું આપનો આભાર વ્યક્ત કરૂ છું. દીવને ટુરીઝમ ક્ષેત્રે વધુ વિકાસની તકો રહી હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સરકાર કટીબધ્ધ છે. આગામી સમયમાં અહીં સારો વિકાસ થશે. આપણું દીવ બને દિવ્ય મંત્ર લઇને 2022માં કે જ્યારે હિન્દુસ્તાન આઝાદીના 75 વર્ષ ઉજવતું હશે ત્યારે દીવ દિવ્ય બનવાની તાકાત રાખે છે ત્યાં માથાદીઠ આવક બમણી થવાનો અમારો સંકલ્પ છે. અમારી સરકાર ગરીબો માટે કાર્ય કરી રહી છે. ગરીબી હટાવવા કટીબધ્ધ છે. દેશમાં વિવિધ યોજનાઓ તૈયાર કરી છે કે જેનાથી ગરીબી દુર થાય, 2022 સુધીમાં દેશમાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ઘર વિહોણો હોય,
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर