ગીર સોમનાથ: તમે જોઇ ના હોય એવી મહાકાશ માછલી દેખાઇ વણાકબારા બંદરે

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગીર સોમનાથ: તમે જોઇ ના હોય એવી મહાકાશ માછલી દેખાઇ વણાકબારા બંદરે
ગીર સોમનાથના વણાંકબારા બંદર પર આજે એક મહાકાય માછલી તણાઇ આવતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. મહાકાય આ મૃત માછલીને ક્રેઇન વડે બહાર કાઢવામાં આવતાં લોકો જોવા ઉમટ્યા હતા.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગીર સોમનાથ #ગીર સોમનાથના વણાંકબારા બંદર પર આજે એક મહાકાય માછલી તણાઇ આવતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. મહાકાય આ મૃત માછલીને ક્રેઇન વડે બહાર કાઢવામાં આવતાં લોકો જોવા ઉમટ્યા હતા. ગીર સોમનાથના દરિયા વિસ્તારમાં ઘણી વાર મોટી માછલીઓ તણાઇ આવતી હોય છે પરંતુ આજે એક મહાકાય માછલી તણાઇ આવતાં લોકોમાં કુતૂહલનો વિષય બન્યો હતો. ગીર સોમનાથના વણાકબારા બંદરે મહાકાય માછલી તણાઇ આવી હતી, આ મૃત માછલીનું કદ એટલું વિશાળ હતું કે એને બહાર કાઢવા માટે પણ માણસોની તાકાત ચાલે એમ ન હતી. છેવટે ક્રેઇન મારફતે માછલીને બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક માછીમારોના જણાવ્યા પ્રમાણે આ માછલીનું નામ પતરી છે માછલીનું આટલું મોટું કદ હોવાને કારણે ભાગ્યે જ તે માછીમારી કરવાની જાળમાં ફસાય છે પરંતુ કોઈ કારણોસર આ માછલી જાળમાં ફસાઈ જતાં તેને વણાંકબારાના બંદર પર લાવવામાં આવી હતી જેને જોવા માટે માછીમારો પણ ઉમટી પડ્યા હતા
First published: March 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर