રાજ્યમાં ચોમાસું જામ્યું, સીઝનનો 83.12 ટકા વરસાદ થયો
News18 Gujarati Updated: August 11, 2019, 10:32 AM IST

ભારે વરસાદના પગલે કચ્છના સામખિયાળીમાં પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
15 ઑગસ્ટ સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 24 કલાક દરમિયાન રાજ્યનાં 268 તાલુકામાં શ્રીકાર વરસાદ
- News18 Gujarati
- Last Updated: August 11, 2019, 10:32 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થયો છે. પહેલી વારે આ સિઝનમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ કચ્છમાં વરસ્યો છે. ગુજરાત પર સક્રિય લો પ્રેશરની સિસ્ટમ કચ્છ અને રાજસ્થાન વચ્ચે વરસી પડતા નખત્રાણા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 268 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 83.12 ટકા વરસાદ થયો છે.
ભારે વરસાદના કારણે રાજ્યમાં એસ.ટી.ના 23 રૂટની 77 ટ્રીપો રદ થઈ છે. વરસાદના પગલે રાજ્યના વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર, અને જૂનાગઢ પંથક તરફ આવતી અને જતી બસોને અસર થઈ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા ગામે 11 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કચ્છના અબડાસામાં 10.5 ઇંચ, રાપરમાં 8.5 ઇંચ, ધ્રાંગધ્રામાં 8.5 ઇંચ, લખપતમાં 8.3 ઇંચ, કાલાવાડમાં 8 ઇંચ અને મોરબીના માળિયા મિયાણામાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : વડોદરા પર ફરી પૂરનું સંકટ, નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યા
24 કલાક દરમિયાન રાજ્યના 16 તાલુકામાં 4થી આઠ ઇંચ વરસાદ વરસ્યો 
રાજ્યના લોધિકામાં પોણા આઠ ઇંચ, રાધનપુરમાં 7 ઇંચ, પડધરીમાં પોણા સાત ઇંચ, જોડિયામાં પોણા સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં 6 ઇંચ, અંજારમાં 5.5 ઇંચ, ભેસાણામાં 5.5 ઇંચ, સુઈગામમાં 5.2 ઇંચ, વિસાવદરમાં પોણા પાંચ ઇંચ, ખંભાળિયામાં 4.5 ઇંચ, વંથલીમાં 4.5 ઇંચ, જામનગર શહેરમાં 4.5 ઇંચ, મેંદરડામાં 4.5 ઇંચ, દ્વારકામાં 4.3 ઇંચ, ભચાઉમાં 4.2 ઇંચસ દસાડામાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ શહેરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : ધ્રાંગધ્રા : ટ્રેક્ટર સાથે તણાયેલા 6 લોકોના મૃતદેહ મળી આવ્યા, એકની શોધખોળ ચાલુ
આગામી 5 દિવસ અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથ અતિભારે વરસાદ પડશે. આગાહી મુજબ 11મી ઑગસ્ટે પાટણ, મહેસાણા, સાબરકાઠા, બનાસકાંઠા, ગાંધીનગર અમદાવાદમાં ભારે વરસાદ પડશે. જ્યારે અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, રાજકોટ,દ્વારકા, ગીરસોમનાથમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

Loading...

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છ અને ટંકારામાં વરસ્યો હતો. મોરબીના ટંકારામાં એક પોલીસ જવાને વરસાદમાં ખભા પર બાળકોને બેસાડીને રેસ્ક્યૂ કર્યુ હતુ.