Home /News /kutchh-saurastra /દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ, ભાવનગરમાં વીજળી પડતા કાકા-ભત્રીજાનું મોત
દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ, ભાવનગરમાં વીજળી પડતા કાકા-ભત્રીજાનું મોત
મહુવાના મોટી જાગધાર ગામે વિજળી પડવાથી કાકા-ભત્રીજાનું ધટના સ્થળે મોત નિપજ્યું છે.
ભાવનગરમાં ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે મહુવાના મોટી જાગધાર ગામે વિજળી પડવાથી કાકા-ભત્રીજાનું ધટના સ્થળે મોત નિપજ્યું છે. ત્યાં જ એક મહિલા દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બન્ને મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે રેફલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Gujarat Monsoon 2022: આજે હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદ (Gujarat Monsoon)ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદ (Valsad Rain)ની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ નવસારી, સુરતમાં પણ ભારે વરસાદ (Heavy Rainfall)પડી શકે છે. ભાવનગર, અમરેલીમાં પણ ભારે વરસાદ (Bhavnagar Heavy Rainfall)ની શક્યતાઓ છે. ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ (GirSomnath Rain)ની આગાહી છે. દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે જૂનાગઢના માળિયા હાટીના ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે એક કલાકમા એક ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. માળીયા હાટીનાના અમુક વિસ્તારોમાં હજુ વાવણી બાકી છે ત્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોને નવી આશા બંધાણી છે.
જૂનાગઢના વિસાવદરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદથી શહેરના રસ્તાઓ પર ધોધમાર પાણી વહેતાં થયા છે. સીઝનનો સૌપ્રથમ અનરાધાર વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોના ખેતરમાં કાચા સોના સમાન વરસાદ સાબિત થયો છે. અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાપી વલસાડ અને ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારો દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. વાપી અને ધરમપુરમાં ધોધમાર વરસાદ થી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આજે છુટા છવાયા વરસાદ વચ્ચે મેઘરાજાની નવસારી શહેર અને જિલ્લામાં એન્ટ્રી થઇ છે.
અમરેલી શહેરની વાત કરીએ તો આજે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે. પરિણામે રોડ-રસ્તાઓ પર પાણી વહેતાં થયા છે. શહેરના રાજકમલ ચોકમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે તો શહેરના અન્ય મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભાવનગરમાં ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે મહુવાના મોટી જાગધાર ગામે વિજળી પડવાથી કાકા-ભત્રીજાનું ધટના સ્થળે મોત નિપજ્યું છે. ત્યાં જ એક મહિલા દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બન્ને મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે રેફલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અલ્કા ટોકીઝથી કુંભારવાડા ફાટક રોડ નજીક વરસાદી સીઝનનાં પ્રારંભે જ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાનીમાં મૂકાયા છે. ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ભાવનગરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર