Home /News /kutchh-saurastra /Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ જુઓ ...
રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે મેઘો મહેરબાન (Gujarat Monsoon 2022) રહ્યો છે પરંતુ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા (Saurastra Monsoon)રમઝટ બોલાવશે. હવામાન વિભાગે (IMD) કહ્યું છે કે રાજ્યમાં પાંચ દિવસ વરસાદી (Rain) માહોલ રહેશે. રાજ્યમાં ચોમાસા (Monsoon 2022)ની એન્ટ્રી થઈ એ દક્ષિણ ગુજરાત જાણે કે મેઘરાજાનું મનગમતું સ્થળ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસાના વિધિવત આગમનથી લઈને અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન રહ્યો છે.

આજે સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુરત શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો હતો, ત્યાં જ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી આવી ગઇ છે. જો કે સીમાડા અને સરથાણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને હાલાકીને સામનો કરવો પડ્યો છે. તો કેટલાક સ્થળોએ ગટર બેક મારવાની પણ ઘટના બનતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો આવી ચઢ્યા હતા અને બપોર બાદ વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ત્યાં જ વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો અને બાદમાં ધોધમાર વરસાદથી વાપીના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.



રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યાં જ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. ધોરાજીમાં એક કલાકમા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોરાજી ઉપરાંત જેતપુર, ઉપલેટામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ બોટાદના ગઢડા તાલુકામાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. ગઢડાના ઢસા, પાટણા, ભંડારીયા સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાયો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઢસાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ મુશ્કેલી અનુભવી હતી.

આ પણ વાંચો- અગ્નિપથ ભરતી યોજના યુઝ એન્ડ થ્રો સમાન, જાણો શુ કહી રહ્યા છે યુવાનો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો- વડોદરા પોલીસના ASI એ માનવતા મહેકાવી, ઇજાગ્રસ્ત યુવતીને ઊંચકીને હોસ્પિટલ લઇ ગયા

બીજી તરફ આજે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યા બાદ સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.. બપોરના સમયે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને અમૂક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો. જોકે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
First published:

Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Monsoon 2022, Saurastra kutch

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો