'સરકાર ન કરી શકે તે કામ ખોડલધામ ટ્રસ્ટે કરી બતાવ્યું' :પૂર્વ CM આનંદીબહેન

Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 2:54 PM IST
'સરકાર ન કરી શકે તે કામ ખોડલધામ ટ્રસ્ટે કરી બતાવ્યું' :પૂર્વ CM આનંદીબહેન
ખોડલધામ ખાતેના પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાંચમા દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, અહીં એકલા દર્શનાર્થીઓ માટે જ નહીં પરંતુ સમાજ ઘડતરની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. વધુમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર કે રાજ્ય સરકાર ન કરી શકે તે કામ ખોડલધામ ટ્રસ્ટે કરી બતાવ્યું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 2:54 PM IST
ખોડલધામ #ખોડલધામ ખાતેના પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાંચમા દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, અહીં એકલા દર્શનાર્થીઓ માટે જ નહીં પરંતુ સમાજ ઘડતરની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. વધુમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર કે રાજ્ય સરકાર ન કરી શકે તે કામ ખોડલધામ ટ્રસ્ટે કરી બતાવ્યું છે.

રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું કે,  માતાએ માતા છે. સંતાનો પ્રત્યે ભેદભાવ નથી રાખતી એ માંગ્યા વગર જ આપતી હોય છે. પાટીદાર સમાજને સદાય આશીર્વાદ મળતા જ રહ્યા છે. સમાજમાં એકતા, દેશભાવનાના સદગુણો વિકસે એ માટે આપણે સૌએ પ્રયાસ કરવો જોઇએ.

અહીં એકલા દર્શાનાર્થીઓ માટે જ નહીં પરંતુ સમાજ ઘડતરની વિવિધ પ્રવૃત્તિઓ થવાની છે. જે અનેક અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરશે. સામાજિક પ્રવૃતિઓ પણ હશે, શિક્ષણની પ્રવૃત્તિઓ પણ હશે. ખેતીની પ્રવૃત્તિઓ પણ હશે.
First published: January 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर