દૂધ-શાકભાજીની રસ્તા પર રેલમછેલ, ખેડૂતોનો રાજ્યવ્યાપી વિરોધ

News18 Gujarati
Updated: June 9, 2018, 12:11 PM IST
દૂધ-શાકભાજીની રસ્તા પર રેલમછેલ, ખેડૂતોનો રાજ્યવ્યાપી વિરોધ
News18 Gujarati
Updated: June 9, 2018, 12:11 PM IST
દેશભરના વિવિધ રાજ્યોમાં ખેડૂતો પોતાની અલગ અલગ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં દૂધ અને શાકભાજી જેવી ખેત પેદાશોને રસ્તા પર ફેંકીને વિરોધ કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા, દાહોદ, સુરત અને પોરબંદરમાં કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ કેટલીક જગ્યાએ  શાકભાજી અને દૂધ રસ્તાઓ પર ઢોળી વિરોધ નોંધાવ્યો છે.

યોગ્ય ભાવ સહિતની માગણીઓને લઈને ખેડૂતો રાજ્યમાં જુદી જુદી જગ્યાએ આંદોલનના માર્ગે ચઢ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસા, માલગઢ, જૂના ડીસા અને ઝેરડામાં ખેડૂતોને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને રસ્તા પર ચક્કાજામ કર્યો છે.તો આ તરફ દાહોદમાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સાથે જ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખીને દાહોદ નગરપાલિકામાં ચક્કાજામ કર્યો હતો.તો દક્ષિણ ગુજરાતના સુરતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર દૂધની રેલમછેલ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો સૌરાષ્ટ્રના પોરબંદરના બગવદર ખાતે ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ કર્યો હતો.


Loading...

મહત્વનું છે કે ગઈકાલે રાજકોટ મોરબી બાઈપાસ ચોકડી પર શાકભાજી અને દૂધ ઢોળી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પર વિરોધને કારણે મોરબી હાઇવે પર ચક્કાજામનાં દશ્યો સર્જાયાં હતાં. વિરોધ કરી રહેલા 20 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખીને વિરોધ-પ્રદર્શન કરી રહ્યું છે. રસ્તા પર શાકભાજીના ઢગલા અને દૂધની નદીઓ જેવાં દ્રશ્યો સર્જાય રહ્યાં છે.કેન્દ્ર સરકારની નીતિઓ, મોંઘવારી, બેકારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણા શરૂ કરવામાં આવ્યાં છે. ખેડૂતો સાથે કોંગ્રે ત્રણ દિવસ સુધી વિરોધ-પ્રદર્શન કરશે. પ્રથમ દિવસે ધરણા અને આવેદન પત્ર આપ્યું, બીજા
દિવસે જાહેર સ્થળોએ ઘંટારવ કાર્યક્રમ અને ત્રીજા દિવસે રસ્તા રોકો તેમ જ જેલભરો કાર્યક્રમ યોજાશે.

 
First published: June 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर