Home /News /kutchh-saurastra /Gujarat Elections: મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરતા જ આપને ઝટકો, મોટા નેતા કોંગ્રેસમાં જોડાયા

Gujarat Elections: મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરતા જ આપને ઝટકો, મોટા નેતા કોંગ્રેસમાં જોડાયા

આમ આદમી પાર્ટી લોકોને મૂર્ખ બનાવે છે: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

Gujarat Assembly Election 2022: આજે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીએ જ્યાં ઇશુદાન ગઢવીને આપના સીએમ પદના ચહેરા તરીકે જાહેર કર્યા છે એવામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપનું ઝોડુ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

    ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતનું રાજકારણ સાતમા આસમાને પહોંચી ગયું છે. ત્રીજા પક્ષ તરીકે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત મહેનત કરી રહ્યુ છે. ગુજરાતની ચૂંટણીની જાહેરાતના એક દિવસ બાદ જ આમ આદમી પાર્ટીએ આખરે મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના મોટા નેતા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ ગયા છે.

    આજે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીએ જ્યાં ઇશુદાન ગઢવીને આપના સીએમ પદના ચહેરા તરીકે જાહેર કર્યા છે એવામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપનું ઝોડુ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આપના મોટા નેતા કોંગ્રેસમાં સામેલ થતા આમ આદમી પાર્ટીને મોટો ઝડકો મળ્યો છે.

    આ પણ વાંચો: ભાજપમાં આંતરિક વિરોધ હોવા છતાં હાર્દિક પટેલને ટિકિટ મળવાની સંભાવના, બે સિનિયર MLAનું પત્તુ કપાશે?

    ઈસુદાનનું નામ જાહેર થતાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જોરદાર ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ સાંજ સુધીમાં તો આપને ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નામે મોટો ઝડકો મળી ગયો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂની આજે કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. આપ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરીવાર કોંગ્રેસમાં જોડાયા છે અને આપમાંથી રાજીનામું આપ્યું છે.

    આ સાથે જ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી લોકોને ખોટો વાયદાઓ કરે છે અને પ્રજાને મૂર્ખ બનાવે છે. સાથે જ તેમણે કહ્યું કે હું મારા ઘરે પરત ફર્યો છું જેનો મને આનંદ છે.

    ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું કે, મારા ઘરમાં પાછા આવવાનો મને આનંદ છે. આમ આદમી પાર્ટી લોકોને મુર્ખ બનાવે છે. મને AAPમાં મહત્વ ન મળતા ફરી કોંગ્રેસમાં જોડાયો છું.

    આ પણ વાંચો: પૈસાની લાલચમાં ખેલાયો ખુની ખેલ, દિવાળીની બોનસમાં છોકરી આવી અને...

    તમને જણાવી દઇએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આ વર્ષના એપ્રિલ મહિનામાં કોંગ્રેસને ઝટકો આપી સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા આપમાં જોડાયા હતા. જોકે તે સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સામે જણાવ્યુ હતું કે, હું કોંગ્રેસમાંથી પણ લોકો માટે જ લડતો આવ્યો છું અને આપમાંથી પણ લડીશ. અરવિંદજી પક્ષ માટે નહીં પરંતુ તેઓ ભારતના આમ આદમી માટે લડે છે. જોકે હવે ગુજરાતની રાજનીતિમાં બદલાવ આવ્યો છે અને ફરી એક વખત ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પોતાની ઘરવાપસી કરી છે અને કોંગ્રેસમાં જોડાયા છે.



    ઉલ્લેખનિય છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો પરિવાર પચાસ વર્ષથી કોંગ્રેસમાં છે, તેમના પિતા સંજયભાઈ ઈ.સ.1981-86 સુધી કોંગ્રેસપક્ષમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે હતા. 35 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટ મહાપાલિકામાં ઈ.સ.2000-2005ટર્મમાં કોંગ્રેસની સત્તા આવી ત્યારે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પદે અને ઈ.સ. 2007થી 2015 સુધી અને ઈ.સ.2017-18માં શહેર કોંગ્રેસના પ્રમુખ પદે અને ઈ. 2012 ધારાસભા ચૂંટણીમાં રાજકોટમાં માત્ર એક જ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તેમાં ઈન્દ્રનીલ રાજકોટ-(પૂર્વ) બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઈ.સ. 2017માં તેમણે રાજકોટ(પશ્ચિમ) બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જબ્બર ટક્કર આપી હતી પરંતુ પરાજય થયો હતો અને બાદમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને બે વર્ષથી ફરી કોંગ્રેસમાં સક્રિય હતા. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખ અને ભાવનગર લોકસભા મતવિસ્તારના પ્રભારી તરીકે હતા જે તમામ પદ પરથી તેમણે રાજીનામુ આપ્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Assembly elections, Assembly elections 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन