જામજોધપુરના મામલતદાર રૂ.1 લાખની લાંચ લેતાં ઝડપાયા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
જામજોધપુરના મામલતદાર રૂ.1 લાખની લાંચ લેતાં ઝડપાયા
ગતિશીલ ગુજરાતમાં ભ્રષ્ટાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જામજોધપુરના મામલતદાર, સર્કલ ઓફિસર તથા મધ્યાહન ભોજનનો હંગામી કર્મચારીની રૂ.1.22 લાખની લાંચ લેવાના કિસ્સામાં એસીબીએ ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
જામનગર #ગતિશીલ ગુજરાતમાં ભ્રષ્ટાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જામજોધપુરના મામલતદાર, સર્કલ ઓફિસર તથા મધ્યાહન ભોજનનો હંગામી કર્મચારીની રૂ.1.22 લાખની લાંચ લેવાના કિસ્સામાં એસીબીએ ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ કેસની વિગત એવી છે કે, જામજોધપુર તાલુકાના લાલપુરના એક અરજદારની નવી શરતની જમીનને જુની શરતમાં ફેરવવાના કેસ માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. જેને પગલે અરજદારે એસીબી કચેરીમાં જાણ કરતાં આ ઓપરેશન કરાયું હતું. એસીબીએ ટ્રેપ ઓપરેશન પાર પાડી લાંચ કેસમાં મામલતદાર કે.એમ.જોશી, સર્કલ ઓફિસર તરલ અને મધ્યાહન ભોજનનો હંગામી કર્મચારી (ટપાલી) બાબુભાઇ સહિતની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. કોને કેટલા લેવાના હતા? જમીનના હેતુફેર માટે લેવાયેલી આ લાંચમાં મામલતદારના રૂ.1 લાખ, સર્કલ ઓફિસર રૂ.20000 અને હંગામી કર્મચારી રૂ.2000 નક્કી કરાયા હોવાનું સામે આવ્યું છે.
First published: July 30, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...