Home /News /kutchh-saurastra /વેરાવળના યુવાનોએ ભેગા મળી 1.કિ.મી દરિયાકાંઠો સ્વચ્છ કર્યો

વેરાવળના યુવાનોએ ભેગા મળી 1.કિ.મી દરિયાકાંઠો સ્વચ્છ કર્યો

સોશિયલ મીડિયાનો રચનાત્મક ઉપયોગ કરવામાં આવે તો કેવુ પરિણામ આવે છે તેનું ઉદાહાર વેરાવળના યુવાનોએ પુરુ પાડ્યુ છે. વેરાવળ વાસીઓનાં મોબાઇલ ફોન પર હાલ ક્લીન એન્ડ ગ્રીન વેરાવળનો નાદ ગુંજતો થયો છે. સોશ્યલ મીડિયાનાં માધ્યમથી વેરાવળનાં ૭ જુવાનીયાઓએ ક્લીન એન્ડ ગ્રીન વેરાવળની મુહીમ ઉપાડી છે. તેમણે સૈા-પ્રથમ કોઇ શેરી-ગલી કે મહોલ્લો લેવાનાં બદલે સ્વચ્છતા માટે સોમનાથ મંદીર નજીકનો અદભુત નજારો ધરાવતા બાણગંગાનો સમુદ્રતટ પસંદ કર્યો.

ગ્રીન વેરાવળ ક્લીન વેરાવળ ભીડીયાનાં મનીષ સુયાણી, રાકેશ મોતીવરસ, દિપક સિંધવડ, રમેશ ગોહીલ, રાકેશ પરડવા, નરેશ ગોહીલ અને મનીષ થાવરની ટીમ દ્વારા વેરાવળવાસીઓને સોશ્યલ મીડિયાનાં માધ્ય્મથી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા સાદ પડતા ૫૦૦ થી વધુ લોકો આ મુહિમમાં જોડાઇને ૧ કિ.મી.નાં સમુદ્રતટને રળીયામણો સુંદર બનાવ્યો છે. તેમના આ કાર્યમાં કોસ્ટગાર્ડનાં જવાનો, નગરપાલિકા તંત્ર, વનવિભાગ અને સોમનાથ ટ્રસ્ટનો પણ સહયોગ સાંપડ્યો.

સોમનાથમાં ભીડીયાથી શરૂ થઇને હીરાકોટ બંદર સુધી થોડા વર્ષો પહેલા દરિયામાં ઉછળકુદ કરતી ડોલફીન જોવી એક લહાવો હતો પણ પ્રદૂષણ સહિત અનેક બાબતોને લીધે હવે અહાંયા ડોલ્ફીન જોવી દુર્લભ થતી જાય છે.

દરિયાઇ પ્રદુષણની સૈાથી ખતરનાક બાબત પ્રત્યે પ્રકાશ પાડતા રાકેશભાઇ કહે છે, દરિયામાં પ્લાસ્ટિક ફેંકાતા પ્લાસ્ટીકના સુક્ષ્મ કણો જાણે-અજાણે મચ્છીનો ખોરાક બને છે. પ્લાસ્ટીકનાં સુક્ષ્મ કણ વાળી માછલી જ્યારે વિદેશમાં નિકાસ થાય અને તેમાં આ પ્રદુષિત માછલી મળે ત્યારે કરોડો રૂપિયાના કાર્ગો રીજેકટ થાય છે. વિદેશી હુંડીયામણ રળી આપતા મત્સ્ય ઉદ્યોગને નષ્ટપ્રાય કરવામાં પ્રદુષણનો ખુબ મોટો ફાળો છે. આથી સાગરપુત્રો સાથે દરિયાકાંઠે સ્થાયી થયેલા અને બહારથી આવતા લોકોએ દરિયાને પ્રદુષિત થતા અટકાવવું જરૂરી છે.



(માહિતી સ્ત્રોત: માહિતી ખાતું, ગીર-સોમનાથ)
First published:

Tags: Clean India, Cleanliness, Gir-somnath, VERAVAL

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો