Home /News /kutchh-saurastra /

સુરત, ગાંધીનગર બાદ હવે ગીર-સોમનાથ: ઘરમાં ઘૂસી યુવકે ગળું કાપીને યુવતીની હત્યાનો કર્યો પ્રયાસ

સુરત, ગાંધીનગર બાદ હવે ગીર-સોમનાથ: ઘરમાં ઘૂસી યુવકે ગળું કાપીને યુવતીની હત્યાનો કર્યો પ્રયાસ

વેરાવળમાં યુવતીનું ગળું કાપીને હત્યાનો પ્રયાસ

Gir-Somnath News: ઘરમાં ઘૂસીને યશ કારિયા નામના યુવાને તેજસ્વી જોશીનું છરી વેડ ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ પ્રતિકાર કરતા યશ તેના મનસૂબામાં સફળ થયો ન હતો અને ત્યાંથી ભાગી ગયો હતો.

    દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી યુવતીએ પર હુમલા (Gujarat crime incidents)ની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં ગળું કાપીને ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya murder case) નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી. બીજા બનાવમાં ગાંધીનગર નજીક યુવતીનું ગળું કાપીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આવો જ એક બનાવ ગીર-સોમનાથ જિલ્લા (Gir-Somnath district)માં બન્યો છે. જ્યાં એક યુવક છરી અને એસિડ સાથે યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ગળું કાપીને યુવતીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ થયેલી યુવતી હાલ સારવાર હેઠળ છે.

    મળતી માહિતી પ્રમાણે ગીર-સોમનાથના વડા મથક વેરાવળ શહેરમાં આવેલા ટાગોર-2 નામના પોષ વિસ્તારમાં સોમવારે સાંજે સાત કલાકે તેજસ્વી જોશી નામની 21 વર્ષીય યુવતી ઘરે એકલ હતી ત્યારે યશ કારિયા નામનો યુવક તેણીના ઘરમાં ઘૂસી ગયો હતો. યશના હાથમાં છરી અને એસિડની બોટલ હતી.

    યુવતીએ પ્રતિકાર કરતા જીવ બચ્યો

    ઘરમાં ઘૂસીને યશ કારિયા નામના યુવાને તેજસ્વી જોશીનું છરી વેડ ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ પ્રતિકાર કરતા યશ તેના મનસૂબામાં સફળ થયો ન હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. લોહી લુહાણ હાલતમાં પીડિત તેજસ્વીને તાત્કાલિક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેજસ્વીના પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

    હત્યાના પ્રયાસની જાણ બાદ વેરાવળની ખાનગી હૉસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રાજ્યના પ્રદેશ ભાજપ મંત્રી અને વેરાવળ ભાજપ નેતા ઝવેરીભાઈ ઠકરાર પણ પીડિત યુવતી અને તેમના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા.

    ઝવેરીભાઈ ઠકરારે મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. હવે આ આખો કેસ ફાસ્ટક કોર્ટમાં ચલાવવા અને આરોપીને કડકમાં કડડક સજા મળે તે હેતુથી ગાંધીનગર ખાતે ગૃહમંત્રીને રજુઆત કરવામાં આવશે.

    પ્રેમ સંબંધમાં હતો યુવાન

    આ કેસમાં ગીર-સોમનાથ પોલીસે આરોપી યશ કારિયાને રાત્રે જ ઝડપી લીધી હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યશ કારિયા યુવતી સાથે છેલ્લા ચારેયક વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. પ્રેમ સંબંધમાં ખટાશ આવતા તે યુવતીને મારી નાખવાના ઈરાદા સાથે છરી અને એસિડની બોટલ લઈને તેણીના ઘરે પહોંચ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gir-somnath, VERAVAL, ગુનો, પોલીસ

    આગામી સમાચાર