સાસણ ગીરમાં હવે મહિલા ડ્રાઇવર જીપ્સીમાં કરાવશે તમને સિંહ દર્શન

15 મહિલાઓને તાલિમ આપવામાં આવશે.

સાસણ ગીરના ટુરિઝમ ઝોનમાં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાયવરોને તહેનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે.

 • Share this:
  જૂનાગઢ: હવે તમે ગીરમાં સિંહ દર્શન કરવા જશો તો તમને જીપ્સીમાં મહિલા ડ્રાઇવર દેખાશે. સાસણ ગીરના ટુરિઝમ ઝોનમાં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાયવરોને તહેનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે. સ્ત્રી સશક્તિકરણનાં અભિયાનનાં ભાગરૂપે 15 મહિલાઓને ડ્રાઇવિંગની ટ્રેનિંગ આપવામાં આવશે.

  વન વિભાગ દ્વારા સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે. સરકારના સ્ત્રી સશક્તિકરણ અભિયાનના ભાગ રૂપે મહિલાઓને પગભર કરવાના હેતુ માટે સરકાર દ્વારા સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગની તાલીમ આપવાનું શરુ કર્યું છે. સાસણ ગીર ખાતે શરુ કરવામાં આવેલ તાલિમ વર્ગની શરૂઆત વન વિભાગના મદદનીશ મુખ્ય વન સંરક્ષક રામ કુમારે કરી હતી.

  નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌ પ્રથમ વખત ગીરના જનાગાલમાં મહિલાઓની ભરતી કરી હતી.  હવે સાસણ ગીરમાં ગાઈડ તરીકે પણ મહિલાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમાં પણ મહિલાઓ સફળતા પૂર્વક કામગીરી કરી પગભર અને આત્મનિર્ભર બની છે. હવે ડ્રાયવર તરીકે પણ મહિલાઓને તૈયાર કરવાનું વન વિભાગે નક્કી કર્યું છે. જે અંતર્ગત સાસણ ગીરની ગરીબ અને આદિવાસી મહિલાઓને જીપ્સીનું ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે. ગીરની મહિલાઓ મજૂરી કામ છોડીને ટ્રેનિંગ લઇ રહી છે.

  વન વિભાગે આ અંગે જણાવ્યા અનુસાર સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગ શીખવામાં આવશે. મહિલાને દેવળીયા પાર્કમાં ચાલતી જીપ્સીઓમાં સ્થાન આપવામાં આવશે. મહિલા ડ્રાયવરનો પ્રયોગ સફળ થયા પછી અન્ય મહિલાઓને સમાવી લઈને ગીરના જંગલમાં ચાલતી જીપ્સીઓમાં પણ મહિલાઓને ડ્રાયવર તરીકે સ્થાન આપવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published: