Bhavesh Vala, Gir Somnath: મહિલાઓ વર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે અને પગભર થઈ રહી છે. ત્યારે મહિલાઓ ઘર કામની સાથે સાથે જુદી જુદી વસ્તુઓ તૈયાર કરી તેમનું વેચાણ કરી રોજગારી મેળવતી હોય છે. અને પરિવારનું ગુજરાન ચલાવતી હોય છે. તાલાલા (Talala Gir)માં સાઈબાબા મંગલમ સખી મંડળ (Sai Baba Sakhi Mandal)ની મહિલાઘરે જ વાંસના લાકડામાંથી વિવિધ વસ્તુઓ (Bamboo Products) બનાવે છે જેમ કે રોટલી મૂકવાની થાબડી સહિતની વસ્તુઓ તૈયાર વેચાણ કરે છે.
તાલાલા સાઈ બાબા મંગલમ જૂથના મધુબેન અરવિંદભાઈ ઉદેશએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના આ સખી મંડળમાં 10 બહેનો કાર્યરત છે. અને મંડળની બહેનો હાથે જ ઘરે વિવિધ વસ્તુઓ તૈયાર કરે છે. તેનું વેચાણ કરી આવક મેળવે છે. વાંસનું લાકડું આસામમાંથી મંગાવવામાં આવે છે. વર્ષોથી હાથથી જ આવી વસ્તુઓ બનાવી રહ્યા છે. અને તેનું તાલાલા અને વેરાવળ સહિતના વિસ્તારમાં વેચાણ કરે છે.
ઉપરાંત તેની તાલાલામાં સાસણ રોડ પર વાંસની વસ્તુઓ વેચવાની દુકાન પણ આવેલી છે. હાથ વડે વાંસના લાકડામાંથી એક વસ્તુ બનાવવામાં તેમને એક કલાકથી પણ વધુ સમય લાગે છે. લોકોમાં વાંસની વસ્તુ ખરીદવા માટે ક્રેઝ જોવા મળે છે. ઉપરાંત મહિલાના પરિવારનો પણ તેમણે બનાવેલી વસ્તુઓના વેચાણ માટે મદદ કરે છે. ગીર પંથક પ્રવાસ માટે આવતા પ્રવાસીઓમાં વાંસના વાસણો ખરીદવાનો ક્રેઝ વધારે જોવા મળે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ વાંસની વસ્તુઓની ખરીદી કરવા પહોંચે છે.
રૂપિયા 50 માં વાંસની ટોપલી, રૂપિયા 100 માં રોટલા મૂકવાનો ચૂટલો, રૂપિયા 250માં ખેતીકામ માટે વપરાતા ટોપલા, રૂપિયા 300માં કેરી મૂકવાના ડાલા, રૂપિયા 100માં શાકભાજી માટેની છાપ, રૂપિયા100 માં લગ્ન પ્રસંગમાં ચાલતી છાપ, 150માં પંખીના માળા, રૂપિયા 60 થી 100 સુધીમાં ફૂલદાનીનું વેચાણ થાય છે. તેઓ રૂપિયા 300 નું વાંસનું 24 ફૂટ લાકડીની ખરીદી કરે છે.
અને તેમાંથી જુદી જુદી વસ્તુઓ તૈયાર કરી વેચાણ કરે છે. બાકી વાંસના લાકડામાંથી જુદી જુદી વસ્તુઓ મંડળની બહેનો જાતે જ તૈયાર કરે છે. ઘરકામની સાથે સાથે મહિલાઓ આ કામગીરી કરી રહી છે. એક દિવસમાં નાની થાબડી પાંચ બનાવી લે છે. તો કેરીના બોક્સ અને ખેતીકામ માટેના સાધનો તૈયાર કરવામાં વધુ સમય લાગે છે. વાંસના લાકડામાંથી માત્ર છરી વડે જુદી જુદી વસ્તુઓને અવનવા ઘાટ આપે છે.