કોડિનાર : છકડો રીક્ષા વચ્ચે અચાનક શ્વાન આવતા પલટી, મહિલાનું મોત, અકસ્માત CCTVમાં કેદ

સમગ્ર ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ થઈ જતા મામલો સામે આવ્યો હતો.

રીક્ષા શ્વાનની પાસેથી પલટી, શ્વાન બચી ગયો પરંતુ મહિલાનું મોત, ગ્રામિણો જોખમી સવારી માટે મજબૂર, જુઓ વીડિયોમાં કેવી રીતે મુસાફરને મોત આંબી ગયું

 • Share this:
  દિનેશ સોલંકી, ગીરસોમનાથ : ગીરસોમનાથ જિલ્લાના (Girsomanth) અનેક ગામો સરકારી બસોની ઓછી કનેક્ટિવિટી અને અન્ય સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનથી વંચિત છે. અહીંયા આજુબાજુના ગામમાં જવા માટે છકડો સિવાય ઓછા વિકલ્પો છે ત્યારે આવા છકડાની સવારી ક્યારેક 'મોતની સવારી' બની જતી હોય છે. આવી જ એક ઘટના ગીરસોમનાથના દરિયાકાઠાના કોડિનાર (Kodinar) તાલુકામાં બની છે. અહીયા કોડિનાર નજીક એક છકડો રીક્ષા (Rickshaw Over Turn) પલટી જતા મહિલાનું (Woman died) મોત થયું છે. જોકે આ અકસ્માત (ACCident) નજીકની દુકાનના સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ જતા તેના આઘાતજનક દૃશ્યો સામે આવ્યા છે.

  બનાવની વિગત એવી છે કે અહીંયા કોડિનાર-મૂળ દ્વારકા હાઇવે પર એક છકડો રીક્ષા નજીકના ગામમાં જઈ રહી હતી.ત્યારે ભરબપોરે અચાક એક શ્વાન વચ્ચે આવ્યું હતું. જોકે, ચાલક શ્વાનને બચાવવા જતા છકડો પલટી ગઈ હતી. જોકે, શ્વાનને કઈ થયું નહોતું પરંતુ રીક્ષામાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. રીક્ષાની આડે શ્વાન આવતા રીક્ષા ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ઘડીના છઠ્ઠા ભાગમાં રીક્ષા ધડાકાભેર પલટી હતી

  રીક્ષા પલટી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મહિલાઓને બહાર કાઢી હતી. જોકે, આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે રીક્ષા ચાલક અને એક મહિલાને ઇજા પહોંચી હતી.  આ પણ વાંચો : વડોદરા : સ્કોર્પિયો કેનાલમાં ખાબકતા ડૂબી, યુવકનું કરૂણ મોત, સ્થાનિકોએ કાર બહાર કાઢી

  જીવનમાં ક્યારેક નસીબની બલિહારી એવી જોવા મળે છે કે મોટા મોટા અકસ્માતમાં પણ લોકોના જીવ બચી જતા હોય છે જ્યારે આવા અકસ્માતમાં પણ મૃત્યુ થાય છે. જોકે, સીસીટીવી વીડિયોના આધારે જ જાણવા મળ્યું કે આ ઘટનામાં શ્વાન વચ્ચે પડવાના કારણોસર આ રીક્ષા પલટી હતી.

  આ પણ વાંચો : મોરબી : નિર્લજ પત્ની! પતિની હત્યા કરી ડેડ બોડી દાટી દીધી, આડા સંબંધમાં ખેલ્યો ખૂની ખેલ

  હાલ તો આ વીડિયો અને અકસ્માત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે તંત્ર દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં બસોની પૂરતી સુવિધા આપવામાં આવે તો લોકો આવી જોખમી મુસાફરી કરવા માટે મજબૂર નહીં થાય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.
  Published by:Jay Mishra
  First published: