દિનેશ સોલંકી, ગીર સોમનાથ
કહેવાય છે કે જેલમાં કેદીઓ ફરાર ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે પરંતુ ગીર સોમનાથના ઉનામાં આવેલી સબજેલમાંથી એક મહિલા આરોપી ફરાર થવામાં સફળ થઇ છે. મહિલા આરોપી ફરાર થઇ જતાં જેલ પ્રસાશન દોડતું થયું હતું જ્યારે જેલની સુરક્ષા અંગે પણ આંગળીઓ ઉઠી રહી છે.
આ પણ વાંચો ઘરે પધાર્યા બીજા લક્ષ્મીજી, સુરતના પરિવારે આવી રીતે કર્યું સ્વાગત
પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ગીર સોમનાથના ઉના તાલુકામાં સબજેલ આવેલી છે. અહીં એક સાતિર મહિલા ફરાર થવામાં સફળ થઇ છે. મહિલા સબજેલની લોબીના નળિયા ખેસવીને ફરાર થઇ છે. એટલું જ નહીં મહિલા પોતાની સાથે પોતાની 1.5 વર્ષની બાળકીને પણ સાથે લઇ ગઇ છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ફરાર મહિલા આરોપીને 20 નવેમ્બરે જ ચોરીના ગુનામાં પકડવામાં આવી હતી. ત્યારે માત્ર ચાર દિવસમાં મહિલા કેવી રીતે જેલની સુરક્ષા તોડીને ફરાર થઇ ગઇ તેના પર સવાલો ઉઠી રહ્યાં છે, તો બીજી બાજુ સમગ્ર માટે પોલીસ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલ તો ઉના પોલીસની મદદથી મહિલાને ઝડપી પાડવાની કામગીરી ચાલી રહી છે.
Published by:Sanjay Vaghela
First published:November 24, 2018, 22:08 pm