Home /News /kutchh-saurastra /ગીર સોમનાથના ખેડૂતો કેમ પરેશાન છે, નારિયેળીમાં આવ્યો એવો રોગ કે ઉત્પાદન ઘટ્યું

ગીર સોમનાથના ખેડૂતો કેમ પરેશાન છે, નારિયેળીમાં આવ્યો એવો રોગ કે ઉત્પાદન ઘટ્યું

નાળિયેરીના બાગમાં દવાનો છંટકાવ કરતા ખેડૂતો 

નારિયેળીના પાકમાં સફેદ માખી નામના રોગનો ઉપદ્રવ જોવા મળે છે. જેના કારણે નારિયેળીના પાનમાંથી કાળી ફૂગ જોવા મળ છે, આ રોગને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Bhavesh Vala, Gir Somnath : ગીર પંથકમાં બાગાયત પાક નારિયેળીનું વાવેતર જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લામાં 8579 હેક્ટરમાં નારિયેળીનું વાવેતર છે. પણ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ પાકમાં સફેદ માખી નામનો રોગ ખેડૂતો માટે ચિંતા રૂપ બન્યો છે. સફેદ માખીના આ રોગ નારિયેળીના પાનમાંથી ખોરાક સુચી લે છે. અને પાન પર કાળી ફૂગ થઈ જાય છે. જેના કારણે ઉત્પાદન ઘટાડો થાય છે. તેના ઉપાય માટે સંકલિત જીવાત નિયંત્રણ કરવું જરૂરી છે. સફેદ માખીના ઉપદ્રવ ધ્યાને રાખીને ખેડૂતો નારિયેળીમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. ખેડૂતો તેને અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

નારિયેળી વાવેતર ધરાવતા ખેડૂત ભરતભાઇ ક્છોટે જણાવ્યું હતું કે સફેદ માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ રોગના કારણે નારિયેળીમાં પુરતું પોષણ મળતું નથી. નારિયેળીના પાન પર ફૂગ જામી જાય છે. અને પાન નીચે આવતા જાય છે. જેના કારણે નારિયેળીમાંથી ફાલ ખરી જાય છે. અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. સફેદ માખી વધુ ઉપદ્રવ હોય તો એક મહિનામાં દવાનો છંટકાવ કરવો પડે છે. તેમાં ખેડૂતોને દવા અને પાણીના ટાંકીનો ખર્ચ પણ કરવો પડે છે. આમ તો એક નારિયેળીમાં દર મહિને 15 થી 20 નારિયેળીનું ઉત્પાદન થાય છે. પણ સફેદ માખીના કારણે 8 થી 10 નારિયેળનું ઉત્પાદન જોવા મળે છે.

મહુવા કૃષિ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ગંભીરસિંહ વાળાએ જણાવ્યું હતું કે ગરમી જેવું વાતાવરણ હોવાથી સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. આ રોગમાં પાનની નીચે જલેબી આકારનો સફેદ ગુચરા થઈ જાય છે. લોટન જાતમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. દેશી વેસ્ટકોટ ટોલમાં ઓછો જોવા મળે છે. અને હાઇબ્રિટ જાત ડી.ટી થતા ટી.ડીમાં મધ્યમ જોવા મળે છે.

સફેદ માખીના રોગના લક્ષણ શરૂઆતમાં જલેબી આકારના સફેદ ડાઘ પાન અને ફૂટ ઉપર દેખાય છે. તેનાથી નારિયેળીનો રસ હોય છે. તે સુચી જાય છે. પછી ગુંદર જેવો પદાર્થ કાઢે અને સમગ્ર પાન ચમકવા લાગે થતા ઉપર કાળી ફૂગ થઈ જાય છે. પછી પાન આખા કાળા થઈ જાય છે. પાન સુકાય જાય છે. તેનાથી ઉત્પાદનમાં ઘટાડો આવે કારણ કે નારિયેળીનું રસોડું જ પાન કહેવાય છે. પાનમાંથી ખોરાક સુચી લે છે અને કાળી ફૂગ આવે છે. જેનાથી ખોરાક ઓછો બને અને ઉત્પાદનમાં ઘટ આવે છે.

સફેદ માખીનો ઉપાય મહુવા કૃષિ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ગંભીરસિંહ વાળાએ જણાવ્યું હતું કે સફેદ માખીનો ઉપાયમાં સંકલિત જીવાત નિયંત્રણ કરવું જોયે એમાં કેમિકલ પણ છે અને બાયોલોજીકલ પણ છે. ખેડૂતોને બાયોલોજીકલ જૈવિકનો કેવાયન બિવેરિયા બેસ્યાના ફૂગ અને લીલી પોપટી છે. તે સફેદ માખીના બચ્ચાને ખાય જાય છે.
First published:

Tags: Coconut, Gir-somnath, ખેડૂત