ઉના : પશુઓ માટે બનાવેલા હવાડામાંથી પાણી ભરવા મજબૂર બન્યાં ગામ લોકો!

વીડિયોમાં જોઈ શકાય છે કે ગામમાં પાણીનું ટેન્કર આવતા જ મહિલાઓ અને બાળકો હાથમાં આવે તો વાસણ લઈને પાણી માટે દોટ મૂકે છે.

News18 Gujarati
Updated: June 4, 2019, 11:39 AM IST
ઉના : પશુઓ માટે બનાવેલા હવાડામાંથી પાણી ભરવા મજબૂર બન્યાં ગામ લોકો!
હવાડામાંથી પાણી ભરવા મજબૂર મહિલાઓ.
News18 Gujarati
Updated: June 4, 2019, 11:39 AM IST
દિનેશ સોલંકી, ગીર-સોમનાથ : હાલ ઉનાળો બરોબર તપી રહ્યો છે. બીજી તરફ ગુજરાતના 89 જળાશયો ખાલીખમ છે. આવા કેસમાં જો ચોમાસું થોડું પણ ખેંચાશે તો રાજ્યના અનેક વિસ્તારોમાં હાલત કફોડી બનશે. આ દરમિયાન ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એલમપુર ગામનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અહીં ટેન્કરમાંથી પાણી ભરવા માટે લોકો ટળવળી રહ્યાં છે. ટેન્કરમાં પાણી ખાલી થઈ જતાં અનેક મહિલાઓ ખાલી બેડા સાથે પરત ફરવા મજબૂર બને છે. એટલું જ નહીં મહિલાઓ પશુઓના હવાડામાંથી પાણી ભરવા મજબૂર બની છે.

પાણી માટે પડાપડી

સામે આવેલો વીડિયો ચાર-પાંચ દિવસ પહેલાનો તેમજ એલમપુર ગામનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગામમાં પાણીનું ટેન્કર આવતા જ મહિલાઓ અને બાળકો હાથમાં આવે તો વાસણ લઈને પાણી માટે દોટ મૂકે છે. મહિલાઓ પાણી ભરવા માટે પડાપડી કરી રહી છે. આ દરમિયાન ટેન્કર ખાલી થઈ જતા મહિલાઓ હવાડામાંથી પાણી ભરવા માટે મજબૂર થાય છે. ઉલ્લેખનીય છે કે ગામમાં પશુઓને પાણી પીવા માટે હવાડા બનાવવામાં આવતા હોય છે.અહીં એ વાત પણ નોંધનીય છે કે ગત વર્ષે ઉના તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હોવા છતાં અહીં પાણી માટેની આવી હાલત ઉભી થઈ છે, ત્યારે અન્ય વિસ્તારમાં પાણીની શું સ્થિતિ હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ મામલે ન્યૂઝ18 ગુજરાતીએ જ્યારે પાણી પુરવઠા અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વીડિયો પાંચ-સાત દિવસ પહેલાનો છે. હાલ ગામમાં આંતરે દિવસે પાણી આપવામાં આવે છે.


Loading...

ન્યૂઝ18 ગુજરાતીએ આ મામલે ગામના લોકોનો સંપર્ક કર્યો હતો. ગામના લોકોનું કહેવું છે કે હાલ ગામમાં પાણીની કોઈ સમસ્યા નથી, પરંતુ થોડા દિવસ પહેલા આવી સમસ્યા ઉભી થઈ હતી. હાલ જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહ્યું છે.

ત્રણ દિવસ માટે પાણી બંધ રહ્યું હતું : પાણી પુરવઠા અધિકારી

આ મામલે પાણી પુરવઠા અધિકારી વાલજીભાઈ નકુમે જણાવ્યું કે, "એલમપુર ગામમાં હાલ આંતરે દિવસે પાણી આપવામાં આવે છે. 10-12 દિવસ પહેલા હાઇવેનું કામ ચાલી રહ્યું હોવાથી પાણીની પાઇપ લાઇનને
નુકસાન થયું હતું. આ દરમિયાન ગામમાં પાણીની સમસ્યા ઉભી થઈ હતી. આ દિવસોમાં ત્રણ દિવસ માટે પાણી બંધ રહ્યું હતું." આ મામલે ઉનાના ધારાસભ્ય પૂંજા વંશનો મોબાઇલ પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે વ્યસ્ત હોવાનું બહાનું કરીને ફોન કાપી નાખ્યો હતો.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...