Home /News /kutchh-saurastra /

ગીર-સોમનાથ: વોલીબોલ પ્લેયર ચેતના-કિંજલ વાળા બની મતદાન જાગૃતિ બ્રાન્ડ એમ્બેસેડર

ગીર-સોમનાથ: વોલીબોલ પ્લેયર ચેતના-કિંજલ વાળા બની મતદાન જાગૃતિ બ્રાન્ડ એમ્બેસેડર

સરખડી ગામની શાળામાં વોલીબોલ રમતી દિકરીઓ

સરખડી ગામની દિકરીઓ ચેતના વાળા અને કિંજલ વાળાએ દેશભરમાં વોલીબોલમાં નામના મેળવી છે.

    ગીર-સોમનાથ: સમગ્ર દેશમાં લોકશાહી પર્વમાં વધુમાં વધુ લોકોને સહભાગી થવા ચૂંટણી તંત્ર દ્વારા સ્થાનિક લોકપ્રિય બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી મતદાન જાગૃતિનો સંદેશો વહેતો કરાયો છે.

    જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં તારીખ ૨૩ એપ્રિલનાં રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન હોવાની સાથે આ લોકશાહી પર્વમાં વધુમાં વધુ લોકોને આવરી લેવા માટે ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન જાગૃતિ બાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય વોલીબોલ ટીમનાં કેપ્ટન ચેતનાબેન વાળા અને પૂર્વ યુથ વોલીબોલ ટીમનાં કેપ્ટન કીંજલબેન વાળાની પસંદગી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

    ગીર-સોમનાથ જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૈારવ સમાન કોડીનાર તાલુકાનાં સરખડી ગામે રહેતા ચેતનાબેન વાળા હાલમાં ભારતિય વોલીબોલ ટીમનાં કેપ્ટન તરીકે ફરજ બજાવે છે. તેઓની ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન જાગૃતિ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવતા મતદાન જાગૃતિ અંગે સંદેશો આપી

    ચેતનાબેન વાળાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લોકશાહી પર્વમાં મતદારોએ તેમનો મત આપી સહભાગી થવું જોઇએ. ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાનાં ૧૮ થી વધુ ઉંમર ધરાવતા પુખ્તવયનાં તમામ મતદારોએ તેમનો કીંમતી સમય કાઢી લોકશાહી પર્વમાં સહભાગી થવા માટે તા. ૨૩ એપ્રિલ નાં રોજ પોતાનાં મત વિસ્તારમાં આવેલા મતદાન મથકે પહોંચી મતદારોએ તેમનો મત આપવો જોઇએ.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગો સરળતાથી તેમનાં મત વિસ્તારમાં આવેલ મતદાન મથકે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્હીલચેર અને સહાયકની મદદ આપી વિશેષ સવલત પુરી પાડવામાં આવશે. મતદાન વેળાએ દિવ્યાંગોને કોઇપણ મુશ્કેલી ના પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે. સાથોસાથ મહિલાઓ, યુવાનો/યુવતિઓ, વયોવૃધ્ધ અને મજુરવર્ગ સાથે સંકળાયેલા મતદારો પણ તેઓનો સમય કાઢી અચુક મતદાન કરે તે માટે તેમણે અપીલ કરી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: KODINAR, Lok sabha polls, Sarkhadi village, Volleyball players, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन