ઉના : મચ્છુન્દ્રી નદીના પૂરમાં પથ્થર ભરેલું ટ્રેક્ટર ફસાયું, શ્વાસ અદ્ધર કરી નાંખતો Video થયો Viral

આ ઘટનામાં ટ્રેક્ટર ચાલક સહિતનાં ત્રણેયનો બચાવ થયો હતો.

ગીરસોમનાથમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા નદીમાં અચનાક પૂર આવ્યું હતું. જોકે, નદીમાં ચાલતા ગેરકાયદેસર ખનનના કારણે પણ આ સ્થિતિ સર્જાઈ હોવાની વકી

 • Share this:
  દિનેશ સોલંકી, ગીરસોમનાથ : ઉનાના ચાંચકવડ ગામે મચ્છુન્દ્રી નદીમાં પથ્થર ભરેલું ટ્રેક્ટર ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયું હતું. નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર તેના ચાલક અને મજૂરો સાથે ફસાઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને કોઈના પણ શ્વાસ અદ્ધર થઈ જાય. પથ્થર ભરેલું ટ્રેકટર અચાનક નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાતા ટ્રેકટર પર સવાર ત્રણ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

  બનાવની વિગત એવી છે કે છેલ્લા કેટલાક દિવસથી ગીરસોમનાથ જિલ્લામાં વિપૂલ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન મચ્છુન્દ્રી નદીના ગેરકાયદેસર ખનનના કારણે છીછરી નદીમાં ખાડેખાડા થઈ ગયા હોવાની શક્યતા છે.

  આ પણ વાંચો :  Rajastahn Crisis : અશોક ગેહલોતના ડરથી BJPના 6 MLAને વિશેષ વિમાનથી પોરબંદર મોકલાયા

  દરમિયાન આજે પાણીના ધમસમતા પ્રવાહમાં એક ટ્રેકટર તણાયું હતું. ટ્રેક્ટરમાં સવાર ત્રણ લોકોને ધોળે દિવસે તારા દેખાઈ ગયા હતા. જોકે, કુદકતની રહેમના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સદનસીબે તેમનો બચાવ થયો છે. જોકે, નદીમાં પૂર હતું ત્યારે ટ્રેકક્ટર ઉતર્યુ કે પછી ટ્રેક્ટર ઉતર્યુ અને અચાનક પાણી આવ્યું તે બાબતની ગુત્થી ઉકેલાઈ નથી.

  તમને  આ વાંચવું પણ ગમશે :   સુરત : 'તમે પ્રેમ લગ્ન કરી ફસાઈ ગયા છો, અમારા જેવા સાથે સંંબંધ રાખો તો સારૂં રહે', પતિના મિત્રએ કરી પજવણી

  સુરત : Coronaથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારને પાલિકાએ 5 દિવસ બાદ ફોન કરીને પૂછ્યું 'તબિયત કેમ છે?'
  Published by:Jay Mishra
  First published: