Home /News /kutchh-saurastra /Video: કોડીનારની ખાનગી કંપનીમાં સરખડી ગામના સરપંચ સહિત ટોળાએ હથિયારો સાથે કર્યો હિંસક હુમલો

Video: કોડીનારની ખાનગી કંપનીમાં સરખડી ગામના સરપંચ સહિત ટોળાએ હથિયારો સાથે કર્યો હિંસક હુમલો

ટોળા દ્વારા ઢોર મારતા ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા સુભાષ પરમારને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા

ટોળા દ્વારા ઢોર મારતા ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા સુભાષ પરમારને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભોગ બનેલ સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, ખાનગી કંપનીની જમીન પર કેશુભાઇ પરબતભાઇ વાડા નામનો શખ્સ ટ્રેક્ટર લઇને આવ્યો હતો અને કંપનીની જમીનને પોતાની ગણાવી ખેડી રહ્યો હતો.

વધુ જુઓ ...
    ગીર સોમનાથ (Girsomnath)ના કોડીનાર (Kodinar)માં નિર્માણ પામતી ખાનગી કંપનીમાં મારમારીની ઘટના બની છે. આ કંપનીના સિક્યોરિટી ગાર્ડ સાથે સાતથી આંઠ લોકોના ટોળાએ મારામારી કરી હતી. મારામારીના આ ઘટના સીસીટીવી (CCTV Video)કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી. ખાનગી કંપનીની કેન્ટીમાં ટોળાએ ઘૂસી સિક્યોરિટીને ઢોર માર માર્યો હતો. આ ટોળામાં સરખડી ગામના સરપંચ પણ હાજર હતા. આથી સરખડી ગામના સરપંચ સહિત 7 લોકો વિરૂદ્ધ ફરિયાગ નોંધાવામાં આવી છે.

    ટોળા દ્વારા ઢોર મારતા ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા સુભાષ પરમારને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભોગ બનેલ સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, ખાનગી કંપનીની જમીન પર કેશુભાઇ પરબતભાઇ વાડા નામનો શખ્સ ટ્રેક્ટર લઇને આવ્યો હતો અને કંપનીની જમીનને પોતાની ગણાવી ખેડી રહ્યો હતો. જેથી તેમને તેનો વિરોધ કર્યો હતો અને તેમને ખેતી ન કરવા જણાવ્યું હતું.



    જોકે આ દરમિયાન ઘર્ષણ થયા બાદ આરોપીએ તાત્કાલિક પોતાના પરિવારજનોને ફોન કર્યો હતો અને બાદમાં તેઓ હથિયારો સાથે ખાનગી કંપની પર આવી પહોંચ્યા હતા. આ ટોળામાં સરખડી ગામના સરપંચ સંજય વાડા પણ હતા. જે બાદ તેઓ કંપનીની કેન્ટીનમાં આવી પહોચ્યા હતા અને સિક્યોરિટી ગાર્ડને શોધીને તેને કેન્ટીનમાં જ ઢોર માર મારવા લાગ્યા હતા. આ ઘટના દરમિયાન કંપનીમાં હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

    આ પણ વાંચો- અમદાવાદ: ફરી એકવાર પાંચ લોકોએ ક્રાઇમ બ્રાંચના નામે કર્યો કાંડ, વેપારીનું અપહરણ કરી પૈસા પડાવી લીધા

    8 થી 10 લોકો હથિયારો સાથે કંપનીમાં ધસી આવતા કંપનીમાં હાજર લોકો ડરી ગયા હતા અને ટોળાના મારથી બચવા કેટલાક લોકો ભાગી પણ ગયા હતા. જોકે સિક્યોરિટી ગાર્ડ ભાષ પરમારને ઢોરની જેમ માર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: CCTV footage, Gir Somnath Crime, ગીર સોમનાથ, સૌરાષ્ટ્ર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन