Home /News /kutchh-saurastra /Saurashtra Heavy Rain: ગીર-સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું, સુત્રાપાડા અને કોડીનારમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ

Saurashtra Heavy Rain: ગીર-સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું, સુત્રાપાડા અને કોડીનારમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ

ગીર-સોમનાથમાં ભારે વરસાદ

Gir Somnath Rain: ભારે વરસાદથી માંગરોળના બહારકોટ વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. માંગરોળ નગરપાલીકાની પ્રી-મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે.

ગીર-સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં જાણે કે આભ ફાટ્યું (Gir-Somnath heavy rain) હોય તેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast)ને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે જાણે કે આખો જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા 10 કલાકની વાત કરીએ તો અહીં 13 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ભારે વરસાદથી જિલ્લાના અનેક ગામ બેટમાં ફેરવાયા છે. સુત્રાપાડા (Sutrapada heavy rain) અને કોડીનાર (Kodinar heavy rain)માં આજે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. માંગરોળ પંથક છ ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે.

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ


ભારે વરસાદથી માંગરોળના બહારકોટ વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. માંગરોળ નગરપાલીકાની પ્રી-મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે. ગઈકાલ સાંજે સાત વાગ્યાથી આજે સવારે સાત વાગ્યા સુધીમાં શહેરમાં 119 એમ.એમ. વરસાદ નોંધાયો છે. માંગરોળ તેમજ આસપાસના પંથકમાં સાડા છ ઇંચ વરસાદથી જળ બંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદથી નદી-નાળા વોકળા પાણીથી છલકાયા છે. માંગરોળની બજારોમાં ગોઠણ ડૂબ પાણીથી વાહન ચાલકો પરેશાન થયા હતા.


વાવડી ગામ બેટમાં ફેરવાયું


ભારે વરસાદથી ગીર-સોમનાથના સુત્રાપાડાનું વાવડી ગામ બેટમાં ફેરવાયું છે. બીજી તરફ બસ સ્ટેન્ડથી વાવડી ગામ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાવડી ગામમાં ઘૂંટણસમા પાણી જોવા મળ્યા છે.

સવારના છ વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો વરસાદ


સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીની વાત કરીએ તો છ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે 164 MM વરસાદ સુત્રાપાડામાં પડ્યો છે. કોડીનારમાં 159 MM, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 153 MM, મહીસાગરના કડાણામાં 145 MM, માંગરોળમાં 119 MM, દ્વારકા શહેરમાં 116, ઓલપાડમાં 109 MM અને રાણાવાવમાં 104 MM વરસાદ પડ્યો છે.


વરસાદની આગાહી


વરસાદની આગાહી: છઠ્ઠી જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, કચ્છ, જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

7મી જુલાઈ: સાતમી જુલાઈના રોજ ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.



8મી જુલાઈ: દેવભૂમિ દ્વારકા, નવસારી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી. જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે.



9 જુલાઈ: આ દિવસે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મોરબી, રાજકોટ, પોરબંદર, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.



10 જુલાઈ: આ દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી નથી. વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.
First published:

Tags: Gir-somnath, Monsoon 2022, ગુજરાત, ચોમાસુ, વરસાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો