Home /News /kutchh-saurastra /Veraval: સરકારી અનાજનો જથ્થો ગરીબના પેટમાં નહીં પણ કચરામાં ગયો, વીડિયો સામે આવતા તંત્રમાં હડકંપ
Veraval: સરકારી અનાજનો જથ્થો ગરીબના પેટમાં નહીં પણ કચરામાં ગયો, વીડિયો સામે આવતા તંત્રમાં હડકંપ
આ મામલે તાત્કાલિક સુત્રાપાડા મામલતદારની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
લાટી ગામના તળાવ પાસે ખાડામાં સરકાર દ્રારા વીવીધ ક્ષેત્રોમાં વિતરણ કરાતી ચણાદાળ સડેલી હાલતમાં કોઈ ફેકી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતાં તંત્રમાં પણ દોડધામ મચી હતી.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: વેરાવળ (Veraval) નજીક લાટી ગામે (Lati Village) સરકારી સડેલી ચણાદાળની (Government cereals) સેંકડો થેલીઓ ફેકી જતાં ચકચાર મચી જવા પામી છે, આટલી મોટી સંખ્યામાં સરકારી અનાજનો જથ્થો કોણ ફેંકી ગયું તે અંગે તંત્ર એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા આ જથ્થો ફેંકાયાનું સામે આવ્યું છે.
લાટી ગામમાં જ્યાં લાટી ગામે ગ્રામ પંચાયતના સદસ્યો અને યુવાનો ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ કામ કરી રહ્યા હતા. અને તેજ દરમિયાન ગામથી દોઢેક કિલોમીટર દૂર ગામના તળાવ પાસે સરકારી અનાજની સેંકડો થેલીઓ કોઈ ફેંકી ગયાનું સામે આવ્યું હતું. જોકે સરકારી અનાજનો જથ્થો કોઈ ફેંકી ગયાનું ગામ લોકોને નજરે આવતા ચકચાર મચી ગઇ હતી અને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં તંત્ર પણ તપાસમાં જોતરાયું હતું.
લાટી ગામના તળાવ પાસે ખાડામાં સરકાર દ્રારા વિવિધ ક્ષેત્રોમાં વિતરણ કરાતી ચણાદાળ સડેલી હાલતમાં કોઈ ફેકી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતાં તંત્રમાં પણ દોડધામ મચી હતી. અને ત્યાબાદ આ મામલે તાત્કાલિક સુત્રાપાડા મામલતદારની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ આદર્યો હતો.
આ મામલે મામલતદાર ધાનાણીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ જથ્થો વર્ષ 2020 નો હોવાનું અને આ સમયે ગામના સસ્તા અનાજના દુકાનદારને ત્યાં ચેકિંગ દરિમયાન અનિયમિતતા જણાતા આ જથ્થો સીઝ કરાયો હતો. જો કે આ જથ્થો આ રીતે કોણ ફેંકી ગયું તે અંગે તપાસ કરાઈ રહી છે અને કસૂરવાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર