Home /News /kutchh-saurastra /કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા વેરાવળના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ, મોડલ બનાવવાની આપી હતી લાલચ

કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા વેરાવળના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ, મોડલ બનાવવાની આપી હતી લાલચ

આપના નેતાની ફાઇલ તસવીર

મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ એક યુવતી દ્વારા વેરાવળ સિટિ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યા છે.

    વેરાવળ : શહેરમાં વર્ષોથી કોંગી નેતા અને તાજેતરમાં આપમાં ભળેલા નેતા ભગુ વાળા વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ભગુ વાળા થોડા મહિના પહેલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. હાલ થોડા સમય પહેલા જ તે આપ પાર્ટીમાં જોડાયા છે. તેની સામે ફરિયાદ છે કે, ભગુ વાળા યુવતીઓને પોતાના ફ્લેટમાં બોલાવીને પ્રસિદ્ધ કરાવવાની અને મોડલ બનાવવાની લાલચ આપી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કરવામાં આવી છે. એક યુવતીએ વેરાવળ સિટિ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઇ છે.

    આરોપી ભગુ વાળા વીશ્વાસ ફિલ્મસ નામની વીડિયો મેકિંગ એજન્સીનો માલિક છે. જેથી યુવતીઓને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજેન્દ્ર ભવન રોડ પર ઓફીસ ધરાવતા આ આરોપી ભગુ વાળાએ પોતાના ફ્લેટમાં બોલાવી પ્રસિદ્ધ કરાવી દઈશ. મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ એક યુવતી દ્વારા વેરાવળ સિટિ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યા છે. આ ફરિયાદ બાદ પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી છે અને આરોપી ભગુને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

    ગુજરાતના અન્ય સમાચાર




    નવરાત્રીમાં વરસાદની આગાહી


    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે એટલે ધીરે ધીરે વરસાદની વિદાય થશે. વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 24મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના કોઇપણ ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે. (આ સંપૂર્ણ સમાચાર માટે અહીં કરો ક્લિક)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આપ નેતા, ગીર સોમનાથ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन