વેરાવળ: જર્જરીત મકાન પાડી દો, નહીં તો નગરપાલિકા પાડશે અને ચાર્જ પણ વસુલશે!

News18 Gujarati
Updated: July 22, 2018, 6:58 PM IST
વેરાવળ: જર્જરીત મકાન પાડી દો, નહીં તો નગરપાલિકા પાડશે અને ચાર્જ પણ વસુલશે!
સાંકેતિક તસવીર

  • Share this:
જો તમે ગીર-સોમના જિલ્લાના વેરાવળ ટાઉનમાં રહો છો અને તમારુ મકાન જર્જરીત હાલતમાં છે તો તેને તાત્કાલિક પાડી દેજો. નહીંતર વેરાવળ નગરપાલિકા તેને પાડી દેશે અને એ મકાન પાડવાનો ચાર્જ તમારી પાસે વસુલ કરશે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, વેરાવળ નગરપાલિકાએ સ્થાનિક લોકોને જણાવ્યુ છે કે, વેરાવળ-પાટણ નગરપાલિકા વિસ્તારમાં જર્જરીત ભયગ્રસ્ત થયેલા મકાનો તેના માલીક તતા કબ્જેદારો કે ભોગવટો કરતા હોય તેમણે મકાનનો જર્જરીત ભાગ ઉતરાવી લઇ અન્ય ભાગનું સમારકામ કરાવી લેવું. કોઇપણ આફત કે અકસ્માત ના થાય તે માટે આ જરૂરી છે.આવા મકાનના માલીકો કે કબ્જેદારો કે ભોગવટો કરતા હોય તેઓ કાર્યવાહી નહિં કરે તો નગરપાલીકા દ્વારા મકાનનો જર્જરીત ભાગ ઉતારી કાટમાળનો કબ્જો લઇ ખર્ચ વસુલાશે. અને નગરપાલીકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૮૨ હેઠળ કસુરવારો સામે કાર્યવાહી કરાશે.

વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર જતિન મહેતાએ એક અખાબારી યાદીમાં આ વાત જણાવી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ખાસ કરીને, ગીર-ગઢડા અને ઉના તાલુકાના ગામડાઓમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ છે. અતિભારે વરસાદને કારણે વેરાવળ નગરપાલિકા હદમાં આવતા જૂના મકાનો પડી શકે તેવો ભય પણ વર્તાઇ રહ્યો છે. આ જુના અને જર્જરીત મકાનો કોઇ આફત સર્જે એ પહેલા નગરપાલિકાએ નાગરિકો માટે આ ચેતવણી જાહેર કરી છે. વેરાવળ શહેરમાં ઘણાં જૂના મકાનો અને તેની છતો પડે એવી જણાય છે. ચોમાસા દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને એ માટે આ સૂચના જાહરે કરવામાં આવી છે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ, ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થતા જનજીવનની સાથે પશુધનને પણ અસર થવા પામ્યુ છે. આ સમયે જૂનાગઢ જિલ્લા લાઇવ સ્ટોક ઇન્સપેકટર્સ યુનીયન તરફથી રૂા. ૨૧ હજારની પશુ દવાઓનો જથ્થો મોકલી સહયોગ આપ્યો છે.. જિલ્લામાં સારવાર માટે વેટરનરી ડોકટરો ધ્વારા આ દવાનો જથ્થો ઉપયોગમાં લેવાશે.

ગીર-સોમનાથ જિલ્લાની વેટરનરી ટીમ દ્વારા જિલ્લાનાં વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા અને ઉના તાલુકાનાં અસરગ્રસ્ત વિવિધ ગામોમાં પશુઓ આરોગ્યની પ્રાથમિક સારવારથી વંચીત ના રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.ખેડૂતો અને માલધારીઓનાં આજીવીકા સમાન પશુધનનાં આરોગ્યની સારવાર માટે વેટરનરી ટીમ દ્વારા અસરગ્રસ્ત તમામ વિસ્તારોને આવરી લેવામાં આવશે. પશુઓ બીમારીનો ભોગ ન બને તે માટે પ્રાથમિક સારવારની સાથોસાથ પશુઓનાં આરોગ્ય માટે ખેડૂતો અને માલધારીઓને યોગ્ય માર્ગદર્શન આપી પશુઓની કાળજી રાખવા પર ખાસ ભાર મુકવામાં આવશે.
First published: July 22, 2018, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading