Home /News /kutchh-saurastra /

'ઓખી'ની આફત: જખૌ બંદર અને રાજપરાની દરિયાઈ ખાડીમાં ડૂબી બે બોટ

'ઓખી'ની આફત: જખૌ બંદર અને રાજપરાની દરિયાઈ ખાડીમાં ડૂબી બે બોટ

ઓખી' વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લાના માંગરોળની એક બોટ જખૌ બંદરે ડૂબી, એમાં સવાર 6 માછીમારોને બચાવી લેવાયા છે

ઓખી' વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લાના માંગરોળની એક બોટ જખૌ બંદરે ડૂબી, એમાં સવાર 6 માછીમારોને બચાવી લેવાયા છે

વેરાવળઃ 'ઓખી' વાવાઝોડાને કારણે આજે બે અલગ અલગ જગ્યાએ કુલ બે બોટ ડૂબી છે અને એમાં સવાર કુલ 14 માછીમારો-ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.

ઓખી' વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લાના માંગરોળની એક બોટ જખૌ બંદરે ડૂબી, એમાં સવાર 6 માછીમારોને બચાવી લેવાયા છે તો બીજી બાજુ ઉનાના રાજપરાની દરિયાઈ ખાડીમાં પણ એક બોટ ડૂબી છે. બોટમાં સવાર 8 ખલાસીઓને બચાવી લેવાયા છે. બોટ ફિશિંગ કરી પરત ફરી રહી હતી એ દરમિયાન બની ઘટના. બાબુભાઈ બાંભણિયા નામના માલિકની બોટ ડૂબી હતી.

દરિયાઈ વિસ્તારમાં લગાવાયું છે 2 નંબરનું સિગ્નલ અને માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ છે સૂચના.

અમરેલીના જાફરાબાદના દરિયામાં 2 બોટ 35 નોટોકલ માઈલ દૂર ફસાઈ છે. બોટમાં સવાર 9 માછીમારો મધદરિયામાં ફસાયા. 1 માછીમાર લાપતા છે. ચારે તરફ દરિયો તોફાની બન્યો. તંત્ર દ્વારા માછીમારોને બચાવવાની કવાયત શરૂ કરાઈ છે.
First published:

Tags: Boat, Gir, Ockhi cyclone, Somnath, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन