ગીર સોમનાથ: સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે લોકોની જગ્યાએ ચંપલની લાઈન

ચંપલની લાઈનો!

ગીર-સોમનાથ જિલ્લા (Gir-Somnath district)ના ઉના ખાતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા લોકોએ અનોખી યુક્તિ અજમાવી હતી. અહીં લોકોને બદલે ચંપલની લાઇનો જોવા મળી હતી!

 • Share this:
  ગીર-સોમનાથ: કોરોના (Coronavirus)એ આખી દુનિયાને પરેશાન કરી મૂકી છે. કોરોનાનો ફેલાવો અટકાવવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing) અને રસીકરણ (Vaccination) જરૂરી છે. શરૂઆતથી જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. લોકડાઉન વખતે તમે દુકાનની બહાર સફેદ રંગથી કરવામાં આવેલા કુંડાળા જોયા હશે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઊભા રહે તે માટે આવી યુક્તિ અજમાવવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લા (Gir-Somnath district)ના ઉના ખાતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા લોકોએ અનોખી યુક્તિ અજમાવી હતી. અહીં લોકોને બદલે ચંપલની લાઇનો જોવા મળી હતી!

  ઉના મામલતદાર કચેરીના દ્રશ્યો

  ઉના-મામલતદાર કચેરીની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા છે. સ્વાભાવિક છે કે મામલતદાર કચેરી ખાતે વિવિધ કામ માટે હજારો લોકો આવે છે. આથી અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું મુશ્કેલ બને છે. જે બાદમાં લોકોએ એક ખાસ યુક્તિ અજમાવી છે. લોકો અહીં ખુદ લાઈનમાં ઊભા રહેવાને બદલે પોતાના ચંપલને લાઈનમાં મૂકી દે છે. કલાકો સુધી લાઈનમાં એકબીજાથી નજીક ઊભા રહેવા કરતા લોકો ચંપલ લાઈનમાં મૂકીને પોતે અન્ય જગ્યાએ ઊભા રહે છે. આ અંગેનો તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કચેરી બહાર ચંપલની લાંબી લાંબી લાઈનો લાગી છે.

  આ પણ વાંચો: IRCTCએ રેલવેની ટિકિટ બુક કરવાનો નિયમ બદલ્યો, જાણો તમને શું અસર થશે

  મંગળવારે રાજ્યના 25 જિલ્લામાં શૂન્ય કેસ

  રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે મંગળવારે રાજ્યના 25 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. જ્યારે બાકીના 8 જિલ્લા અને 5 મહાનગરોમાંથી મળીને રાજ્યના કુલ 30 કેસ નોંધાયા છે. જેની સામે આજે 57 દર્દીઓ સાજા થઈ ગયા છે. રાજ્યમાં કોવીડના કારણે આજે એક પણ મોત નથી. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ રેકોર્ડબ્રેક તળિયે પહોંચી ગયો છે. ફક્ત 285 એક્ટિવ કેસ અને 05 વેન્ટિલેટર દર્દી સાથે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસથી થયેલા મોતનો આંકડો 10,0076 પર સ્થિર છે.

  આ પણ વાંચો:  'મને માફ કરજો, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી,' વ્યાજખોરોના ત્રાસથી આધેડનો આપઘાતનો પ્રયાસ

  રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 3.21,75,416 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં આજે 3,59, 164 નવા વ્યક્તિઓને રસી મળી છે. મંગળવારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 44,484 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રાજ્યમાં બંને ડોઝની રસી અપાઈ ગઈ હોય તેવા લોકોની સંખ્યા 71 લાખ પર પહોંચી છે જે મોટો આંકડો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: