વાદળો સૌરાષ્ટ્ર કાંઠે સ્થિર, ઉનામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ

News18 Gujarati
Updated: June 18, 2019, 12:13 PM IST
વાદળો સૌરાષ્ટ્ર કાંઠે સ્થિર, ઉનામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ
વરસાદની સેટેલાઇટ તસવીર

આજે સવારના વરસાદના આંકડા જોઇએ તો સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ વાયુ વાવાઝોડાના અસરના પગલે ગુજરાતમાં વરસાદી માહોલ ર્જાયો છે. ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. આજે મંગળવારે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. આજે સવારના વરસાદના આંકડા જોઇએ તો સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો સૌથી ઓછો જુનાગઢના મેંદરડામાં 4 એમએમ નોંધાયો હતો.

મળતી માહિતી પ્રમાણે મંગળવારે સૌરાષ્ટ્ર પંથકમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. જેના પગલે ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં સવારે 6 વાગ્યાથી લગઇને સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

ગીર સોમનાથના ઉનામાં સૌથી વધારે 56 એમએમ એટલે કે બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુત્રાપાડા 46 એમએમ, ગીર ગઢડા 42 એમએમ, કોડિનાર 31 એમએમ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ-ગુજરાતભરમાં વરસાદી માહોલ, અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ

આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન સૌથી ઓછો વરસાદ જૂનાગઢના ભેસાણ અને મેંદરડામાં 4 એમએમ નોંધાયો હતો.

સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી વરસાદના આંકડાગીર સોમનાથના ઉનામાં 56 MM
અમરેલીના રાજુલામાં 23 MM
કચ્છના માંડવીમાં 19 MM
મહિસાગરના બાલાસિનોરમાં 16MM
ભાવનગરના મહુવામાં 14 MM
જૂનાગઢના વંથેલીમાં 12 MM
મહેસાણામાં 11 MM
First published: June 18, 2019, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading