ગીર-સોમનાથઃ એક પછી એક ત્રણ સુગર મીલ બંધ થતાં ખેડૂતો પાયમાલ

News18 Gujarati
Updated: October 15, 2018, 3:34 PM IST
ગીર-સોમનાથઃ એક પછી એક ત્રણ સુગર મીલ બંધ થતાં ખેડૂતો પાયમાલ
શેરડીનું વાવેતર

  • Share this:
દિનેશ સોલંકી, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોની ખુશી હાલ છીનવાઈ ગઈ છે. એક સમયે જેના પર ગીરનાં ખેડૂતો ગર્વ કરી રહ્યાં હતાં તે સુગર મિલો આજે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે. ઉના, કોડીનાર અને તાલાલા ત્રણેય સુગર મિલ બંધ થતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે.

સૌ પહેલા ઉના સુગર મીલ બંધ થઈ હતી. તેને બંધ થયાને એક દાયકો વીતી ગયો છે. ત્યારબાદ તાલાલા સુગર મીલ છેલ્લા પાંચ વર્ષથી બંધ છે. હવે ગીરના ખેડૂતોની આખરી આશા સમાન કોડીનાર સુગર મીલે પણ દમ તોડી દીધો છે!

છેલ્લા 2 વર્ષથી કોડીનારની સુગર મીલને પણ તાળા લાગી ગયા છે. કોડીનારની સુગર મીલ પર અંદાજે રૂ 70 કરોડનું કરજ છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ સુગર મીલોને 53 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે, આ ગ્રાન્ટ ગીરની એક પણ સુગર મીલને નહીં મળે. કારણ કે કેન્દ્રની ગ્રાન્ટ ફક્ત કાર્યરત હોય એવી મીલોને જ મળે છે. એટલે કે ગીરના ખેડૂતોની આખરી આશા પર પાણી ફરી વળ્યાં છે. ખેડૂતોનો આરોપ છે કે, મેનેજમેન્ટની અણઆવડત તેમજ ભ્રષ્ટાચારનાં કારણે સુગર મીલો બંધ થઈ છે.

હજારો ખેડૂતોની રોજીરોટી છીનવાઈ

ગીર-સોમનાથની ઉના તાલાલા બાદ કોડીનાર ખાંડ ફેકટરી બંધ થતાં અનેક લોકોની રોજીરોટી છીનવાઈ છે. કોડીનાર ખાંડ ફેકટરીના 12 હજાર ખેડૂતો સભાસદ છે. 1,020 કર્મચારી અને 6 હજાર મજૂર સહિત હજારો ખેડૂતો આ સુગરમિલ બંધ થતાં રાતાપાણીએ રડી રહ્યા છે. ખેડૂતો અને સુગર મીલ સંચાલકો સરકાર સામે મીટ માંડી બેઠા છે. ખેડૂતો કહે છે કે, 'ગીર સોમનાથની ત્રણેય સુગર મીલો ભ્રષ્ટાચાર, અણઆવડત અને નબળા મેનેજમેન્ટના કારણે બંધ થઈ છે.'કોડીનારની સુગર મીલ દર વર્ષ 5 લાખ ટન શેરડીનું પીલાણ કરતી હતી. તાલાળા અને ઉનાની સુગર મીલ બંધ થયા બાદ આ બે તાલુકાની શેરડીનું પીલાણ પણ કોડીનારની સુગર મીલમાં થતું હતું. હવે કોડીનારની સુગર મીલ પણ બંધ થતાં ત્રણેય તાલુકાના ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે.

આ સુગર મીલો બંધ થતા 150થી વધુ ગોળના રાબડા ધમધમતા થયા છે. સુગર મીલ ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 2500 થી 3000 આપતી હતી, જ્યારે રાબડાઓમાં 1500 થી 2000 ભાવ મળે છે. સુગર મીલો બંધ થતાં ગોળનું ઉત્પાદન વધ્યું છે જ્યારે ગોળના ભાવો ઘટ્યા છે. આથી શેરડીના ભાવ પણ ઘટ્યા છે. ખેડૂતો પણ હવે શેરડીનું વાવેતર ઘટાડી રોકડીયા પાકો તરફ વળ્યાં છે. જેમાં શેરડી કરતા દવા, ખાતર, વગેરેનો ખર્ચ વધી જાય છે.

2017 ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોડીનારના છારાઝાંપા વિસ્તારમાં કોડીનાર વિધાનસભાના ઉમેદવારને જીતાડવા ભાજપા પ્રમુખ અમિત શાહે એક સભા સંબોધી હતી. આ સભામાં અમિત શાહે કહ્યું હતું કે, 'કોંગ્રેસ કયા મુદ્દે કોડીનારમાં મત માગવા નીકળી છે? સુગર મીલ શરૂ કરવાના મુદ્દે? સુગર મીલ તો અમે શરૂ કરીશું.'

હાલમાં જ તાલાલા ખાતે કોંગ્રેસનું ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલન તાલાલાની બંધ થયેલી સુગર મીલમાં જ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બંધ સુગર મીલનો મુદ્દો ઉઠાવી ભાજપ પર પ્રહાર કર્યા હતા. અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો કે, '22 વર્ષના શાસનમાં ભાજપે કેટલી મીલો ચાલુ કરી? ચાલુ કરવાની વાત છોડો, તમે 14 સુગર મીલ બંધ કરી છે.
First published: October 15, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading