Home /News /kutchh-saurastra /Gir Somnath: કેરીનું ઉત્પાદન વધારવું હોય તો દરેક ખેડૂતોએ લેવી આ તાલીમ

Gir Somnath: કેરીનું ઉત્પાદન વધારવું હોય તો દરેક ખેડૂતોએ લેવી આ તાલીમ

દર વર્ષે 10થી 12 હજાર ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે.

તાલાલામાં ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એકસેલન્સ મેંગો આવેલ છે. અહીં  આંબા પાકમાં થયેલા સંશોધન અંગે ખેડૂતોને માહિતગાર કરાય છે. દર વર્ષે 10થી 12  હજાર ખેડૂતોને તાલીમ પુરી પાડવામાં આવે છે. 

Bhavesh Vala, Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં બાગાય પાકનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને કેસર કેરી માટે આ જિલ્લો જાણીતો છે. જિલ્લામાં વર્ષ 2020- 21 માં 13873 હેક્ટરમાં આંબાવાડીનું વાવેતર હતું. ગીર પંથક આંબાવાડીનું હબ માનવામાં આવે છે. તાલાલામાં ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એકસેલન્સ મેંગો કાર્યરત છે . અહીં કેસર કેરીને લગત અથવા આંબા પાકમાં જે પણ સંશોધન થયેલા હોય તેને ખેડૂતો સુધી પહોચાડવા તાલીમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અહીંના મેંગો સેન્ટર દ્વારા 10 થી 12 હજાર ખેડૂતોને તાલીમ પુરી પાડવામાં આવે છે. સેન્ટર ઓફ એકસેલન્સ મેંગો ખાતે આંબાની નૂતન કલમો પણ તૈયાર કરાય છે.

બાગાયત અધિકારી અને તાલાલા સેન્ટર ઓફ એકસેલન્સ વિષય નિષ્ણાંત વિજયસિંહ બારડે જણાવ્યું હતું કે આ સેન્ટરની સ્થાપના વર્ષ 2012- 13 માં જ્યારે ભારત સરકાર અને ઇઝરાયલ સરકાર કૃષિ અને બાગાયત ટેકનોલોજી અંગેના આદાન પ્રદાન અંગે દ્વીપક્ષીય કરાર થયા તે અંતર્ગત ભારત સરકારની 4 કરોડના ખર્ચે ઉભુ કરવામાં આવેલ છે. કેસર કેરીને લગત અથવા આંબા પાકમાં જે કઇ પણ સંશોધન થયા છે. એ ખેડૂતોએ સુધી પહોચાડવા માટે આ સેન્ટર ઓફ એકસેલન્સ છે એ બ્રીજનું કામ કરે છે. સંશોધકો અને ખેડૂતો વચ્ચે જે કઇ પણ સંશોધન થયા છે. તેને ખેડૂતો સુધી પહોચાડવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. જેમાં જેમાં બે રીતે તાલીમ અપાઈ ખેડૂતોને મેંગો સેન્ટર ખાતે રૂબરૂ બોલાવી તેમજ ખેડૂતોના ખેતર પર જયને તાલીમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 10 થી 12 હજાર ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે.



ક્યાં ક્યાં પ્રકારની તાલીમ અપાય

મેંગો સેન્ટર ખાતે ખેડૂતોને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ, નવીનીકરણ, સંકલીત રોગ અને જીવાત વ્યવસ્થાપન, પ્રોસેસીંગ અને મૂલ્યવર્ધન અને નર્સરી મેનેજમેન્ટ વિગેરે જેવા વિષય પર માહિતગાર કરાય છે. એક વર્ષમાં 40 વખત ખેડૂતોના તાલીમનું આયોજન કરવામાં આવે છે.

છાત્રોને પણ આંબા પાક અંગે માહિતગાર કરાય

કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા છાત્રો પણ તાલાલા ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ મેંગો ખાતે દર વર્ષે તાલીમ માટે આવે છે. અહીં તેને આંબા પાકમાં થતા સંશોધન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
First published:

Tags: Gir-somnath, કેરી, ખેડૂત