Bhavesh Vala, Gir Somnath: પશુઓમાં થતા લમ્પી વાયરસના કારણે પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. આવા સમયે જિલ્લામાં જુદી જુદી સંસ્થાઓ અને ગૃપ પશુપાલકોની મદદે પહોંચ્યા છે. સુત્રાપાડાના લોઢવા ગામે લમ્પી વાયરસ સમયમાં ભૂતડા દાદા ગૃપના યુવાનોની અનેરી સેવા સામે આવી છે. ભૂતડા દાદા ગૃપના હીરાભાઈ વાળાએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂતડા દાદા મંદિરની જગ્યાનું ગૃપ કાર્યરત છે. લમ્પી વાયરસના કારણે ગાયોનું મૃત્યુ થાય તો લોકો તેને ફેંકતા હતા. ત્યારે ગૃપ દ્વારા આઠમના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભુતડા દાદા ગૃપના યુવાનોએ એક નિર્ણય કર્યો હતો કે ગાયએ કૃષ્ણને પ્રિય હતી. કે ગાયને કોઈ ફેંકે નહી. અને મૃત્યુ થાય પછી પણ તેનું સન્માન થાય એ માટે મુત ગાયની દફન વિધિ કરવાની જાહેરાત કરી હતી.
લોઢવા ગામમાં ગાયના મૃત્યુ થયા પછી લોકો તેને ફેંકશે નહી. જ્યારે ગાયનું મૃત્યુ થાય અને પશુપાલક પાસે કોઈ વ્યવસ્થા ન હોય તો ગૃપને જાણ કરવામાં આવે તો યુવાનો ત્યાં પહોંચી જાય છે. મૃત ગાયની વિધિવત રીતે સમાધી આપે છે. લોઢવા ગામમાં 14 હજાર જેટલી વસ્તી વસવાટ કરે છે. અને 10 કિલોમીટર વિસ્તારમાં લોકો વસવાટ કરે છે. લમ્પીના કારણે લોઢવા ગામમાં ગાય કોઈ પણ જગ્યાએ મૃત્યુ પામે અને યુવાનોને જાણ કરે તો તેની દફન વિધિ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં વિનામૂલ્યે 50 થી 60 ગાયોની દફન વિધિ કરવામાં આવી છે. કોઈ પશુપાલક પાસે ટ્રેકટરની વ્યવસ્થા ન હોય તો ગૃપના સભ્યો સ્વખર્ચે ટ્રેકટરની વ્યવસ્થા કરી ગાયને લઈ આવે છે. અને તેની વિધિવત રીતે દફનવિધિ કરે છે.
ભૂતડા દાદા ગૃપના કાનજીભાઈ પંપાણીયાએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મૃત ગાયોના દફન વિધિની સાથે સાથે ફળમાંથી જ્યુસ બનાવી ગાયોની સારવાર માટે વિના મૂલ્ય વિતરણ પણ કરવામાં આવે છે. અહીં તેમને ઇન્દ્રા ફળ કહેવામાં આવે છે પણ કચ્છમાં તેને હડુ નામનું ફળ કહેવામાં આવે છે. ગૃપના યુવાનો કચ્છમાં જઈ અને આ ફળ લઈ આવે છે. અને તેનું જ્યુસ બનાવી તેનું વિતરણ કરવામાં આવે છે. ભરતભાઈ વાઢેરે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂતડા દાદા ગૃપના ફંડફાળાથી સેવાકીય કાર્ય કરવામાં આવે છે. આજુ બાજુના વિસ્તારમાં કોઈ પશુ બીમાર હોય તો તેને આ જ્યુસનું વિતરણ કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર