Bhavesh Vala, Gir Somnath : તાલાલા ગીરમાં મરચા દળવાના ઘાણા મીલ આવેલા છે. જ્યાં તીખા, મોરા અને મિડીયમ મરચાની ચટણી તૈયાર કરવામાં આવે છે. અહીં સીઝનમાં તો દૂર દૂરના ગ્રામ્ય વિસ્તાર અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લોકો મરચાની ચટણી ખરીદવા આવે છે. ગીર પંથકમાં તડકો વધુ પડવાથી વહેલા સુકાય છે. સાથે સાથે હળદર, ધાણા અને જીરૂ થતા ગરમ મસાલા પણ ઘાણામાં બનાવવામાં આવે છે. અહીં મરચાની અન્ય રાજ્યોની સાથે સાથે ગોંડલ પંથકમાંથી પણ આવક થઈ રહી છે. માર્ચ મહિનામાં જ્યારે સિઝન શરૂ થાય ત્યારે અહીંના મરચા દળવાના ઘાણા પર લોકોનો ઘસારો જોવા મળે છે.
તાલાલામાં મરચાના ઘાણાના વેપારી પ્રદીપભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે તીખા મરચામાં ડી.ડી, હરણી, તેજા, મિડીયમ તીખામાં રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, જામનગરી પટ્ટો, મોરા મરચામાં ઢોલર, કાશ્મીરી, ડબલ કાશ્મીરી, હુંડલી કાશ્મીરી સહિતના જુદા જુદા 18 પ્રકારના મરચા આવે છે.
અહીં મરચાની આંધ્રપ્રદેશ, વરંગલ, સાંગલી, ગોંડલ પંથકમાંથી આવક થઈ રહી છે. જુદા જુદા પ્રકારના મરચાને ઘાણા દળી ચટણી તૈયાર કરવામાં આવે છે. અને અલગ અલગ વકલની ચટણીનું રૂપિયા 300 થી 450 સુધી વેચાણ કરવામાં આવે છે. ઉપરાંત રૂપિયા 200 માં ગરમ મસાલા, 150 થી 250 સુધીમાં હળદર અને રૂપિયા 500 માં હિંગનું વેચાણ કરાય છે. ગીર વિસ્તારમાં તડકા વધારે પડે છે. તેના કારણે મરચા સુકાય સારૂ છે. જેના કારણે એક વર્ષ સુધી બગડતું નથી.
મરચાની સિઝન માર્ચ મહિનામાં શરૂ થાય છે. ત્યારે અહીના એકઘાણા પર 4 જેટલા લોકો કામ કરતા હોય છે. અહીં મરચા અને મસાલાની તાલાલાના ગ્રામ્ય વિસ્તાર, સોમનાથ, વેરાવળ, મેંદરડા, માળીયા અને દરિયાઈ પટ્ટી વિસ્તારના ગ્રાહકો ખરીદી માટે પહોંચે છે. સિઝનમાં એક મરચાના ઘાણામાં 10 થી 15 લાખ સુધીનું ટનઓવર થાય છે.
તાલાલામાં 15 જેટલા મરચાના ઘાણા આવેલ છે. મરચાને બહારથી ખરીદી કરવામાં આવે છે. તેને પ્રથમ સુકવવામાં આવે છે. બાદમાં મરચાની દંડી કટીંગ કરવાની ત્યાર બાદ સુકાયેલ મરચાને મશીનમાં દળવાનું હોય છે. જ્યારે સિઝન હોય ત્યારે સૌથી વધારે ગ્રાહકો એક સાથે 10 થી 15 કિલ્લો ચટણીની ખરીદી કરતા હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર