Home /News /kutchh-saurastra /Gir Somnath: શિતળાને કારણે આંખો ગુમાવનાર શિક્ષકે અંધજનો માટે શરૂ કરી લાઇબ્રેરી
Gir Somnath: શિતળાને કારણે આંખો ગુમાવનાર શિક્ષકે અંધજનો માટે શરૂ કરી લાઇબ્રેરી
2018થી વેરાવળમાં પ્રજ્ઞાચક્ષુ બ્રેલ પુસ્તકાલયનો આરંભ કર્યો
વેરાવળમાં પ્રજ્ઞાચક્ષુ માટે મફત પુસ્તકાલય આવેલી છે. એક પ્રજ્ઞાચક્ષુ નિવૃત શિક્ષકે (Blind teacher) અન્ય પ્રજ્ઞાચક્ષુ માટે પુસ્તકાલય (Library for blind) શરૂ કરી
Bhavesh Vala, Gir Somnath: વેરાવળમાં પ્રજ્ઞાચક્ષુ માટે મફત પુસ્તકાલય આવેલી છે. એકપ્રજ્ઞાચક્ષુ નિવૃત શિક્ષકે (Blind teacher) અન્ય પ્રજ્ઞાચક્ષુ માટે પુસ્તકાલય (Library for blind) શરૂ કરી હતી. વેરાવળ (Veraval)ના ડાભોર રોડ પર આવેલ ટાગોરનગર સોસાયટીમાં રહેતા મનીષભાઈ મકવાણાએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે ઉકડિયા ગામના વતની છે. સાત વર્ષની ઉંમરે શીતળાના રોગના કારણે તેણે આંખની રોશની ગુમાવી હતી. તે બાદ જુનાગઢ, જામનગર પોરબંદર અને રાજકોટમાં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેણે ગુજરાત સંગીતમાં શિક્ષારત અને શિક્ષારત વિષારત પરીક્ષા આપી 1982 માં વેરાવળમાં સંગીત શિક્ષક તરીકે નોકરી મળી હતી. તેણે 27 વર્ષ સુધી હજારો વિદ્યાર્થીઓને સંગીત શીખડાવ્યું હતું. અત્યારે પણ 72 વર્ષની ઉંમરે વાયોલીન, ટબલા અને ગીતાર તથા હાર્મોનિયમ જેવા સંગીત વગાડી લે છે.
મનીષભાઈ મકવાણાએ પ્રજ્ઞાચક્ષુ માટે પ્રેરણારૂપ 01 એપ્રિલ 2018 થી વેરાવળ અંધજન સેવા ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ બ્રેલ પુસ્તકાલયનો આરંભ કર્યો હતો. અહીં બ્રેલ ભાષામાં ધાર્મિકમાં કૃષ્ણ અવતાર, ધર્મનું રહસ્ય, ગીતાજી, રામાયણ, નવલકથામાં આંખ અને અંજન, ખંડિત પ્રેમ, ગુણ સુંદરી, ભેદ ભ્રમ, જય સોમનાથ ઉપરાંત મેગેઝિનમાં ચંદામામા, સંપર્ક, સંઘર્ષ જેવા 423 પુસ્તકો છે.
પુસ્તકાલય માત્ર પ્રજ્ઞાચક્ષુ માટે કાર્યરત છે. જેમાં અંધજનો વિનામૂલ્યે સભ્ય પદ નોંધણી કરાવી શકે છે. અત્યારે પ્રજ્ઞાચક્ષુબ્રેલ પુસ્તકાલયમાં 256 જેટલા સભ્યો નોંધાયેલા છે. જે નિશુલ્ક પુસ્તકાલયનો લાભ લઇ રહ્યા છે. અને બ્રેલ ભાષામાં લખાયેલા પુસ્તકોનું વાંચન કરે છે.
અંધજન માટે અમરેલી, જૂનાગઢ, કોડીનાર, ઉના, પ્રાંચી, મહુવા અને રાજુલા સહિતના જુદા જુદા વિસ્તારોમાં પોસ્ટ મારફત મફતમાં પુસ્તક પહોંચાડવામાં આવે છે. વધુમાં મનીષભાઈ મકવાણાએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પ્રજ્ઞાચક્ષુ પુસ્તકાલયનો ફોન દ્વારા સંપર્ક કરે છે. તેના ઘર સુધી પુસ્તકને પહોંચાડી દેવામાં આવે છે.
સંપૂર્ણ પુસ્તક વાંચ્યા બાદ તેને ફરી અંધજન લાઇબ્રેરી ખાતે પહોંચાડી દે છે. વેરાવળ અંધજન સેવા ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ બ્રેલ પુસ્તકાલયમાં ગત વર્ષે 1500 પુસ્તકવંચાણા હતા. છેલ્લા ચાર વર્ષથી શરૂ કરેલી પુસ્તકાલયમાં અત્યારે ધાર્મિક, નવલકથા અને મેગેઝિન જેવા પુસ્તકો છે.ઉપરાંત નિવૃત્ત પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે અનેક છાત્રોને જુદા જુદા સંગીતની કળા શીખવાડી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર