Home /News /kutchh-saurastra /ગીર સોમનાથઃ teacher's dayના દિવસે શિક્ષકે શાળામાં કરી આત્મહત્યા, 2 અધિકરીઓ સહિત 4 પર પૈસા માટે દબાણનો આરોપ

ગીર સોમનાથઃ teacher's dayના દિવસે શિક્ષકે શાળામાં કરી આત્મહત્યા, 2 અધિકરીઓ સહિત 4 પર પૈસા માટે દબાણનો આરોપ

સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને શાળાના રૂમની તસવીર

Gir somnath news: ગીર સોમનાથ જિલ્લામાં (Gir somnath news) આવેલા ગીર ગઢડાના થોરડી ગામમાં (thoradi village) ફરજ બજાવતા ઘનશ્યામ અમરેલીયા નામના શિક્ષકે શિક્ષક દિવસે (teacher's day) ઉચ્ચ અધિકારીઓના (teacher suicide ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી.

વધુ જુઓ ...
દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ આજે શિક્ષક દિવસની (teacher's day) આખા ભારતમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી (Gir somnath news) એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષકે શિક્ષક દિવસના દિવસે જ શાળાની ઓફિસમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી ( teacher suicide on teacher's day in gir somnath) લીધી હતી. શિક્ષકની આત્મહત્યાના (teacher suicide) પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ (police team) ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસને શિક્ષક પાસેથી સૂસાઈડ નોટ (suicide note) મળી આવી હતી. જેમાં ટી.પી.ઓ અને એક આચાર્ય દ્વારા રૂપિયા માંગઈ ત્રાસ આપવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર ગઢડાના ગીર ગઢડાના હરમાડીયા ગામે રહેતા અને થોરડી ગામમાં આવેલી પ્રથામકી શાળામાં ઘનશ્યામ અમરેલીયા આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. જોકે, ઘનશ્યામભાઈએ આજે શાળાની ઓફિસમાં પંખા સાથે દોરાડું બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને શાળાની ઓફિસમાં પંખા સાથે લટકતા મૃત ઘનશ્યામભાઈના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. અને તેમની તપાસ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન એક સૂસાઈડ નોટ મળી હતી.

સૂસાઈડ નોટમાં મરતા પહેલાનું એક નિવેદન આપ્યું હતું. જેમાં ઘનશ્યામભાઈએ એક આચાર્ય ઉચ્ચ અધિકારીઓથી કંટાળીને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરવાનો ચોકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે તેઓ શાળામાં ઓપી તરીકે આવ્યો ત્યારે ઉચ્ચ અધિકારીઓ વાયા વાયા તેમની પાસે 25 લાખની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

આમ આચાર્ય અને ઉચ્ચ અધિકારીઓની લાખો રૂપિયાની માંગણીથી કંટાળીને શિક્ષકે શિક્ષક દિવસના દિવસે જ આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. જોકે, અહીં ચોંકાવનારી વાત એ છે કે. આજે આખો દેશ શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યો છે.

હરમાડીયા ગામના સરપંચ પ્રવીણ ભાઈ બામ્ભનિયા


ગીર ગઢડાના હરમાડીયા ગામના સરપંચ પ્રવીણ ભાઈ બામ્ભનિયાના જણાવ્યા પ્રમાણે મિત્રનો ફોન આવ્યો ત્યારે હું તરત ઘટના સ્થળે આવ્યો હતો. અને સૂસાઈડ નોટ મળી છે અને સૂસાઈડ નોટ અક્ષરો ઘનશ્યાનભાઈના છે. સૂસાઈડ નોટમાં બે ઉચ્ચ અધિકારીઓ અને સહિત ચાર વ્યક્તિઓ ઉપર પૈસા માટેનું દબાણ હતું. મૃતકની  પુત્રી સાથે વાત કરતા માલુમ પડ્યું હતું આ બધુ છેલ્લા 15-20 દિવસથી ચાલતું હતું.

આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગરનો દારૂ સંતાડવાનો કીમિયો જોઈ પોલીસ પણ ખંજવાળવા લાગી માથું, મુદ્દામાલ સાથે એક ઝડપાયો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આશારામનો સાધક વોન્ટેડ સજ્જુ નાસિકથી ઝડપાયો, આશ્રમનું કરતો હતો સંચાલક કેવો છે 'કાળો' ઈતિહાસ?

જ્યારે મૃતકની પુત્રી બંસનીએ પણ ઉચ્ચ અધિકારીઓ  પિતાને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પણ શ્રેષ્ઠ શિક્ષકોને તેમની કામગીરી માટે સમ્માનિત કરવામાં આવે છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી કંટાળીને શિક્ષક દ્વારા આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું એ સમગ્ર શિક્ષણ જગત માટે શરમજનક ઘટના માનવામાં આવી રહી છે.
First published:

Tags: Attempted suicide, Crime news, Gujarati News News, Teacher's Day

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો