Home /News /kutchh-saurastra /સુત્રાપાડા નગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવામાં આવેલ ચોપાટી વિવાદ સપડાઈ, મામલો કોર્ટમાં પહોંચ્યો

સુત્રાપાડા નગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવામાં આવેલ ચોપાટી વિવાદ સપડાઈ, મામલો કોર્ટમાં પહોંચ્યો

મામલો હવે કોર્ટમાં પહોંચ્યો

Gir Somnath: સુત્રાપાડા નગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે દરિયા કિનારે બનાવેલી ચોપાટી વિવાદોમાં સપડાઈ છે. સૂત્રાપાડાના જ એક યુવાને અનેક જગ્યાએ રજૂઆત બાદ પણ યોગ્ય ઉકેલ ન આવતા આ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. 5 વર્ષ પહેલાં દરિયા કિનારે કરોડોના ખર્ચે નગરજનો માટે ચોપાટીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી,ગીર સોમનાથઃ સુત્રાપાડા નગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે દરિયા કિનારે બનાવેલી ચોપાટી વિવાદોમાં સપડાઈ છે. સૂત્રાપાડાના જ એક યુવાને અનેક જગ્યાએ રજૂઆત બાદ પણ યોગ્ય ઉકેલ ન આવતા આ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે પૂર્વ પાલિકા આ મામલાને ચૂંટણી ટાણેનો સેલિબ્રિટી બનવા રાજકીય સ્ટંટ અપનાવી રહી છે. આ દ્ર્શ્યો ગીર સોમનાથના સુત્રાપાડામાં આવેલી ચોપાટીના છે.કે જ્યાં 5 વર્ષ પહેલાં દરિયા કિનારે કરોડોના ખર્ચે નગરજનો માટે ચોપાટીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

    4 વર્ષમાં જ ચૌપાટી થઈ ખંડેર


    તસવીરો પ્રમાણે હાલ તે ચોપાટી ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. ચોપાટીમાં બાળકોના રમત ગમતના સાધનો અને બેઠકોની ધજજયા ઉડી હોઈ તેવા દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, આ ચોપાટી પર કોઈ સુનામીએ તાંડવ કર્યું હોય. તેવી રીતે આ ચોપાટી ખંઢેરની સ્થતિમાં જોવા મળી રહી છે. આ ચોપાટી જ્યારે 4 વર્ષ પહેલા ખુલ્લી મુકવામાં આવી હતી તે સમયે કંઇક અલગ જ દ્ર્શ્યો હતા. જોકે ત્યાર બાદ આ ચોપાટી ખંઢેર થતાં સુત્રાપાડા શહેરના જ એક યુવાન દ્વારા પહેલા પ્રાદેશિક કમિશનર ભાવનગર અને આયોગ પણ ફરિયાદ કરતા યોગ્ય કાર્યવાહી માટે માગ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસની જાહેરાત, 'અમારી સરકાર આવશે તો ઇમ્પેક્ટ ફી નહીં લેવાય'

    કાર્યવાહી કરવામાં ન આવતા આખરે મામલો કોર્ટમાં


    ઉલ્લેખનીય છે કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે મામલો કોર્ટમાં પહોંચ્યો છે. આ સમગ્ર મામલે યુવાને કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. તેમજ યુવાન દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચોપાટી બન્યા બાદ તેમાં રખાયેલા સાધનો ક્યાં ગયા? તે મામલે તપાસ કરવા માટે યુવાને કોર્ટના દ્વાર ખટખટાવ્યો છે. અને ન્યાયની માગ કી છે, જોકે બીજી તરફ સુત્રાપાડા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્યના મતે પાલિકા દ્વારા બનાવામાં આવેલી ચોપાટીને લઈ યુવાન ચેતન બારડ દ્વારા જે રજૂઆત કરાય છે તે તદન વહ્યત છે.

    સુત્રાપાડા નગર પાલિકા હાલ સવાલોના ઘેરાવમાં


    તેમણે આગળ જણાવ્યું છે કે, હાલ ગુજરાત વિધાન સભાની ચુંટણી ને લઈ રાજકીય સ્ટંટ ઊભો કરી માત્ર તેઓને બદનામ કરવામાં આવી રહ્યા છે, કારણ ચોપાટી દરિયા કિનારે હોવાને કારણે તેમાં દર 6થી 8 મહિને રિનોવેશન કરવાનું થતું હોય છે, જે ન થાય તો દરિયા કિનારો નજીક હોવાથી રમત ગમતના સાધનો તેનો ગુણવતા ગુમાવી દેતા હોય છે, માટે આ સંપૂર્ણ વહ્યાત છે. બીજી તરફ ફરિયાદી યુવાન પર અનેક પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ હોવાનું પૂર્વ પાલિકા જાણવી રહ્યા છે. જોકે સવાલ અહી એ છે કે માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાની ચોપાટી નસ્ત નાબૂદ થઈ છે. જો જાળવણી કરવી જોઈએ તો યુવાને જે ફરિયાદ કરી છે તે સાચી છે. આમ દરેદ બાજૂથી સુત્રાપાડા નગર પાલિકા હાલ સવાલોના ઘેરાવમાં આવે છે. પરંતુ હાલ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે જેને લઇ પાલિકાની મુશ્કેલી વધી શકે છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gir Somnath news, રાજકારણ, વિવાદ

    विज्ञापन
    विज्ञापन