Home /News /kutchh-saurastra /Gir Somnath: અહીં વિદ્યાર્થીઓ માછલીમાંથી બનાવે છે અથાણા, વેફર્સ, લાખો રૂપિયામાં કરે છે કમાણી!

Gir Somnath: અહીં વિદ્યાર્થીઓ માછલીમાંથી બનાવે છે અથાણા, વેફર્સ, લાખો રૂપિયામાં કરે છે કમાણી!

એવી

એવી માછલીઓની પસંદગી કરવામાં આવે છે જેની માર્કેટ વેલ્યું અથવા ડિમાન્ડ ઓછી હોય છે.

વેરાવળમાં કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સમાં છાત્રો જે માછલીઓની એક્સપર્ટ વેલ્યુ નથી તેમાંથી વિવિધ વાંનગીઓ બનાવી તેને માર્કેટ સુધી પહોચાડવાના પાઠ ભણે છે. 

    Bhavesh Vala, Gir Somnath : વેરાવળ બંદર પરથી માછીમારો દરિયામાં માછીમારી માટે જાય છે. અહીંથી માછલીઓની બહાર એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. ત્યારે વેરાવળમાં કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ આવેલી છે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ત્યારે અહીં પ્રોસેસીંગ વિભાગના વિદ્યાર્થીઓ જે માછલીની એક્સપર્ટ વેલ્યુ નથી હોતી તેમાંથી વિવિધ વાંનગી તૈયાર કરી તેને માર્કેટ સુધી પહોંચાડવાનું પાઠ શીખે છે. છાત્રો માછલીના અથાણાં, ઝીંગાના અથાણાં, વેફર, માછલીનો પાઉડર, ચુકી માછલી બનાવે છે. આ વિવિધ વ્યજનને માર્કેટ સુધી પહોંચાડે છે. જે માછલીઓની માર્કેટ વેલ્યુ ઓછી હોય તેને વાંનગી બનાવી 40 થી 50 ટકા વૃદ્ધિ દર મેળવી શકાય છે.

    કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ કામધેનુ યુનિવર્સિટી વેરાવળના ફિશ પ્રોસેસીંગ ટેકનોલોજી વિભાગ મદદનીશ પ્રાધ્યાપકના વડા ડો. બી.જી. ચુડાસમાએ જણાવ્યું હતું કે અહી જુદા જુદા પ્રકારની માછલીઓ આવતી હોય છે. જે એક્સપોર્ટેબલ માછલીઓ છે. એમની માર્કેટ છે. પરંતુ જે નથી તેમાંથી માછલીઓના અથાણાં, ઝીંગાના અથાણાં, મૂલ્યવર્ધન સુકી માછલીઓની પેદાશો, ફ્રેશપીસ માર્કેટીંગની પેદાશો છે. અને સ્નેક પ્રોડક્ટ ટાઇપની પ્રોડક્ટનું માર્કેટીંગ તથા વિવિધ રીતે બનાવટ તૈયાર કરવામાં આવે છે. જે માછલીઓ માર્કેટ પર અવેલેબલ છે. પણ જેની એક્સપર્ટ વેલ્યુ નથી. જેમ કે નાના ઝીંગામાંથી અથાણું જેવી પ્રોડક્ટ બનાવી માર્કેટ વેલ્યુમાં 40 થી 50 ટકા વૃદ્ધિ દર મેળવી શકીયે છે. એટલે કે માછલીઓને મૂલ્યવર્ધક કરવાની પ્રક્રિયાઓ છે. તેમા શીત તાપમાનમાં રાખવાની, એસીડ બેજના બેલેન્સથી જાળવણી કરવાની અથવા તો કય એવી પ્રોડક્ટ નાખવામાં આવે કે જેનાથી તેની આવરદા વધારી શકાય એવી પ્રક્રિયાઓને છાત્રોને અભ્યાસક્રમના માધ્યમથી શીખવાડવામાં આવે છે.

    સ્ટુડન્ટ રેડી પ્રોગ્રામ હેઠળ સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થી માટેનો અભ્યાસક્રમ છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રોડક્ટ બનાવવામાં આવે છે અને તેનું માર્કેટીંગ કરવામાં આવે છે. અત્યાર સુધી 10 બેચમાંથી 4.5 લાખ જેટલું છાત્રોએ માર્કેટીંગ કર્યું છે. રાણી ફિશ અને ભુંગર જેવી માછલીઓ છે. તેવી માછલીઓની બજાર કિંમત ઓછી હોય તેમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી માર્કેટ વેલ્યુ વધારી શકાય છે. વિદ્યાર્થીઓએ બનાવેલી વાંનગી અને પ્રતિ કિલ્લો કિંમત 1) ફિશ વેફર રૂ. 600 થી 700 2) ચૂપ પાઉડર રૂ. 500 થી 700 3) ઝીંગા જવલા રૂ. 250 4) સુકી માછલી રૂ. 400 થી 1000 5) ઘોલ માછલી માંથી એરબ્રેડ જેની કિંમત 1 લાખ પ્રતિ કિલ્લો છે.
    First published:

    Tags: Gir-somnath

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन