Home /News /kutchh-saurastra /Gir Somnath: તાલાલા ITIના વિદ્યાર્થીઓએ કરી અનોખી શોધ, રિમોર્ટથી કંટ્રોલ થશે લાઇટ!
Gir Somnath: તાલાલા ITIના વિદ્યાર્થીઓએ કરી અનોખી શોધ, રિમોર્ટથી કંટ્રોલ થશે લાઇટ!
ITIના વિદ્યાર્થીઓએ રિમોર્ટથી લાઇટ કંટ્રોલ કરી દેખા઼ડી
ગીર સોમનાથના તાલાલા આઇટીઆઇ ઘુસીયા ખાતે કાર્યરત છે. અહીં 78 બેચના છાત્રોએ લાઈટ કંટ્રોલ બાય રીમોન્ટ ડીવાઈસ અને ટ્રેન સેફ્ટી અંગેના બે પ્રોજેક્ટ તૈયાર કર્યા છે.
Bhavesh Vala, Gir Somnath : ગીર સોમનાથના તાલાળા આઇટીઆઇ ઘુસીયા ખાતે કાર્યરત છે. અહીં 78 બેચના છાત્રોએ લાઈટ કંટ્રોલ બાય રીમોન્ટ ડીવાઈસ અને ટ્રેન સેફ્ટી અંગેના બે પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. રીમોન્ટ કંટ્રોલના માધ્યમથી ઇલેક્ટ્રીકલ ઉપકરણ પર કંટ્રોલ કરી શકાય છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓએ રીમોન્ટ કંટ્રોલ મારફત લેમ્પને ઓપરેટ કર્યો હતો. ઉપરાંત ટ્રેન સેફ્ટી પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં છાત્રોએ ટ્રેન પટ્ટરી પર આવતી હોય ત્યારે સાયરન વગાડી શકાય છે. જેના કારણે પટ્ટરી પર રહેલા વ્યક્તિ કે પશુઓને ખ્યાલ આવે છે. જેનો મુખ્ય હેતુ ટ્રેન સેફ્ટી બાબતનો છે.
તાલાળા આઇટીઆઇ ઈલેક્ટ્રીશન સુપરવાઇઝર ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એન.ડી.સોલંકીએ જણાવ્યું હતું કે આઇટીઆઇ ના 78 બેચના વિદ્યાર્થીઓ સંદીપ એરડા અને દર્શકભાઇ વાઢેર બંને તાલીમાર્થીઓએ લાઈટ કંટ્રોલ બાય રીમોન્ટ ડીવાઈસ પ્રોજેક્ટ બનાવ્યો હતો. તેનો મુખ્ય હેતુ આજના સમયમાં ઇલેક્ટ્રોનિક વસ્તુનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. ત્યારે રીમોન્ટ કંટ્રોલ દ્વારા કોઈ પણ ઇલેક્ટ્રીકલ ઉપકરણોને કંટ્રોલ કરી શકાય છે.
આ પ્રોજેક્ટ માટે છાત્રોએ સર્કિટ બનાવેલી છે. સર્કિટ જોડે ઇલેક્ટ્રીકલ ઇક્યુમેન્ટના ડેમો તરીકે લેમ્પનો ઉપયોગ કર્યો છે. જ્યારે રીમોન્ટથી સ્વીચ દબાવવામાં આવે ત્યારે લેમ્પ ઓપરેટ થાય છે. સેમ આજ કોન્સેપ્ટ ઉપર દરેક ઇલેક્ટ્રીકલ ઉપકરણને સ્વીચ ઓન કે સ્વીચ ઓફ કરી શકાય છે. આ પ્રોજેક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિ એક જગ્યા પરથી ઘરના તમામ ઇક્યુમેન્ટને એક્સેસ કરી શકે છે. આઇટીઆઇના 78 બેચના બંને પાસ આઉટ છાત્રોએ એન.ડી.સોલંકી અને એચ.આર.મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.
આઇટીઆઇ તલાલાના સુપરવાઇઝર ઇન્સ્પેક્ટર હાર્દિકભાઇ મહેતાએ જણાવ્યું હતું કે 78 બેચના દિનેશભાઇ જાદવ અને વિજયભાઇ ભોળા નામના બંને છાત્રોએ ટ્રેન સેફ્ટી બાબતનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેનો મુખ્ય હેતુએ છે કે અત્યારે પ્લેટફોર્મ અને પટ્ટરી પર અકસ્માત થતા હોય છે. પટ્ટરી પર રહેલા વ્યક્તિ કે પશુઓને ખ્યાલ હોતો નથી કે ટ્રેન આવે છે. ત્યારે ટ્રેન સેફ્ટી અંગે છાત્રોએ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. એમા મેન્ડલી આરડીનો ડીવાઈઝનો ઉપયોગ કર્યો છે. પ્રોગ્રામીંગ કરી એ રીતે પ્રોગ્રામ સેટ કરેલ છે. કે ટ્રેન અમુક અંતરે દૂર હોય ત્યારે પટ્ટરીની બાજુમાં સાયરન વાગે છે. જેથી કરીને પટ્ટરી પર રહેલ વ્યક્તિ કે પશુઓને ખ્યાલ આવી શકે છે. જેના કારણે અકસ્માતને નીવાડી શકાય છે. 78 બેચના બંને છાત્રોએ એન.ડી.સોલંકી અને એચ.આર.મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર