Home /News /kutchh-saurastra /Gir Somnath: એવી કન્યા શાળા જ્યાં વિદ્યાર્થિનીઓ બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ, જુઓ

Gir Somnath: એવી કન્યા શાળા જ્યાં વિદ્યાર્થિનીઓ બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ, જુઓ

શાળાના બાળકો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવે છે

આજોઠા કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ વેસ્ટમાંથી બેસ્ટ મારફત તોરણ, ઝુમ્મર જેવી વસ્તુઓ તૈયાર કરી શાળામાં શોભા માટે લગાવે છે. 

    Bhavesh Vala, Gir Somnath : વેરાવળના આજોઠા કન્યા પ્રાથમિક શાળામાં વિવિધ ક્રિએટિવિટી કરવામાં આવે છે. અહીં રામહાર્ટ, ખોયા પાયા, પ્રશ્ન પેટી, બચત બેંક જેવી પ્રવૃત્તિઓ થય રહી છે. સાથે જ કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ વિવિધ કળાથી વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કરે છે. અને વપરાયેલા અથવા તો ફેંકેલી વસ્તુમાંથી તોરણ જેવી વસ્તુઓનું નિર્માણ કરે છે. શાળામાં શોભા માટે તેમને લગાવવામાં આવે છે. બાળકોને મૂલ્યનું શિક્ષણ આપવા માટે અહીંની શાળામાં ઘણી બધી મૂલ્યવર્ધક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.

    અક્ષયપાત્ર તથા અક્ષયદ્રવ્ય પ્રોજેક્ટ પણ કાર્યરત છે. અહીં છાત્રો વપરાયેલી ચીજ - વસ્તુઓને કચરા ટોપલીમાં ફેકવાને બદલે તેનો સદ ઉપયોગ કેવી રીતે થાય તેના પાઠ પણ શીખે છે. અને જાતે જુદી જુદી પ્રવૃત્તિ કરી શાળાની શાન વધારે છે. શાળામાં સીસીટીવી, સાઉન્ડ સિસ્ટમ અને સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધા છે.



    સ્માર્ટ ક્લાસરૂમના માધ્યમથી પણ છાત્રોને અભ્યાસ અપાય છે. આજોઠા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશભાઇ વાઢીયાએ જણાવ્યું હતું કે શાળામાં ધોરણ 1 થી 8 માં 228 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં આજોઠા ગામના બાળકો તો અભ્યાસ માટે આવે છે. પરંતુ 45 જેટલા છાત્રો પાટણ, કાજલી, લાટી, કુકરાસ, સુંદલપરા અને ઉંબરી જેવા વિવિધ વિસ્તારમાંથી પણ અભ્યાસ માટે આવે છે. શાળામાં વિવિધ પ્રવૃત્તિની સાથે સાથે બાળકો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ પણ તૈયાર કરે છે.



    વેસ્ટમાંથી બનાવે છે બેસ્ટ

    નકામી પ્લાસ્ટિકની બોટલ, વપરાય ગયેલી પેન, વપરાય ગયેલા કાગળ અને આરો પ્લાન્ટની પ્લેટમાંથી તોરણ, ઝુમ્મર, ફ્લાવરકોટ, ડેકોરેટ ગરબા, ડેકોરેટ તાવડી સહિત આર્ટ એન્ડ ગ્રાફની ઘણી બધી વસ્તુ બનાવે છે. વપરાયેલી વસ્તુ કચરા ટોપલીમાં જવા દેવાતી હોય છે. પણ આવી વસ્તુઓ સદ ઉપયોગ થય શકે છે. બાળકોમાં સારી ક્રિએટિવિટીનો ખ્યાલ આવે વિદ્યાર્થીઓમાં સર્જાત્મક શક્તિ વધે તે માટે શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ નિર્માણ કરાય છે. આ વસ્તુને શાળાની શોભા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ અંગે બાળકોને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહિત ભેટ આપી સન્માનિત કરવામાં આવે છે. જેના કારણે શાળામાં બાળકોને કઇ ક નવું નવું શીખવા મળે છે. આજોઠા કન્યા પ્રાથમિક શાળામાં વિવિધ પ્રવૃત્તિને લોકો પણ બિરદાવી રહ્યા છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Gir-somnath, School, Students

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन