Home /News /kutchh-saurastra /

સિદિ સમાજનાં બાળકો માટે ખાસ સિદિ ખેલ પ્રતિભા કસોટી યોજાશે

સિદિ સમાજનાં બાળકો માટે ખાસ સિદિ ખેલ પ્રતિભા કસોટી યોજાશે

પ્રતિકાત્મક તસવીર

તાલીમ દરમ્યાન તાલીમાર્થીને રહેવા જમવા અને અભ્યાસની વિનામૂલ્યે સુવિધા પુરી પાડવામાં આવશે.

    ગીર-સોમનાથ: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર-સોમનાથ દ્વારા તાલાળાનાં ચિત્રાવડ ગામે આગાખાન સ્કુલ તથા ડાયમંડ હાઇસ્કુલમાં બહેનો માટે તારીખ ૦૯ અને ભાઇઓ માટે તા. ૧૦ માર્ચનાં રોજ સવારે ૦૮:૦૦ કલાકે ખાસ સિદિ ખેલ પ્રતિભા કસોટી યોજાશે. ખડતલ અને મહેનતુ સિદિ પ્રજાનાં બાળકોને વિશેષ પ્રોત્સાહન આપવાનાં ભાગરૂપે પ્રથમવાર આ કસોટી યોજવામાં આવી રહી છે.

    તાલાળા તથા તેની આસપાસનાં વિસ્તારમાં વસતા સિદિ સમાજના બાળકોમાં રહેલી ખેલ પ્રતિભાઓની પસંદગી કરી રાજ્યની વિવિધ જિલ્લા સ્પોર્ટસ સ્કુલ તથા એકેડમીમાં પ્રવેશ આપી વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાંત કોચ દ્વારા તાલીમ આપવા આ કસોટીનું આયોજન કરવામાં આવેલી છે. તાલીમ દરમ્યાન તાલીમાર્થીને રહેવા જમવા અને અભ્યાસની વિનામૂલ્યે સુવિધા પુરી પાડવામાં આવશે.

    આ કસોટીમાં ૧૪ વર્ષ સુધીનાં ફક્ત સિદિ સમાજના બાળકો ભાગ લઇ શકશે. આ કસોટી દરમ્યાન રમત-ગમત વિભાગનાં સચિવશ્રી ડી.ડી.કાપડીયા તથા રમત-ગમત વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે. વધુ જાણકારી માટે સિનિયર કોચ કાનજી ભાલીયા મો. ૯૪૨૯૦-૦૦૦૪૦ પર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

    મોટરકાર વાહનો માટે નવી સીરીઝના ગોલ્ડન અને સીલ્વર નંબર હરાજી થશે

    ગીર-સોમનાથ: સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા મોટરકાર (એલ.એમ.વી) વાહનોની નવી સીરીઝ જી.જે.૩૨ કે (k)ના બાકી રહેલા ગોલ્ડન-સીલ્વર નંબરો માટેની હરાજી તા.૧૬-૦૩-૨૦૧૯ ના રોજ ખોલવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી શકાશે.

    તા. ૧૧ થી ૧૩-૦૩-૨૦૧૯ સુધી AUCTION માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. તા. ૧૪ થી ૧૫-૦૩-૨૦૧૯ ના રોજ AUCTION  નું bidding ઓપન થશે. તા. ૧૬ માર્ચ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બિરલા મંદિર વેરાવળ ખાતે જમા કરાવવાનું રહેશે. વાહન વેચાણ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લઈ શકશે. સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Gir Forests, Gir-somnath

    આગામી સમાચાર