સોમનાથ મંદિરની આવકમાં થયો વધારો, ટ્રસ્ટની મિલકત વધીને 321 કરોડ રૂપિયાને પાર


Updated: October 10, 2020, 9:25 PM IST
સોમનાથ મંદિરની આવકમાં થયો વધારો, ટ્રસ્ટની મિલકત વધીને 321 કરોડ રૂપિયાને પાર
સોમનાથ મંદિરની તસવીર

સોમનાથ મહાદેવ મંદિરની આવકમા વધારો થતાં ટ્રસ્ટની મિકલત 250 કરોડ થી વધી ને 321 કરોડને પાર કરી ગઈ છે.

  • Share this:
દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ વૈશ્વિક મહામારી કોવિડ 19 (covid-19) એટલે કે કોરોના વાયરસ (coronavirus) તમામ ઉદ્યોગો વ્યવસાયો અને સામાન્ય લોકોને પ્રભાવિત કર્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને શારીરિક, આર્થિક અને માનસિક નુકસાની કર્યાની સાથે સાથે કોરોનાએ લોકોની આધ્યાત્મિક્તા પર પણ નકારાત્મક પ્રભાવ છોડ્યો છે. જેના કારણે ગુજરાતના સૌથી વધુ દર્શનાર્થીઓ ધરાવતા સોમનાથ મંદિરમાં (somnath temple) દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ગત વર્ષે સોમનાથ મંદિર ટ્રસ્ટની 46 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જેના પગલે સોમનાથ ટ્રસ્ટની (somnath trust) મિલકત આશરે 250 કરોડથી વધીને 321 કરોડએ પહોંચી હતી.

કોરોનાના કહેર પેહલાના સામન્ય દિવસોમાં જ્યારે રોજના 8થી 10 હજાર લોકો સોમનાથ મહાદેવના દર્શને સોમનાથ મંદિરમાં પ્રવેશતા હતા પણ 19 માર્ચથી કોરોના અને લોકડાઉનને (lockdown) કારણે મંદિર દર્શન માટે બંધ થયા બાદ જ્યારે 8 જૂનથી મંદિર લોકો માટે ખુલ્યું ત્યારથી રોજના મહત્તમ 3થી 4 હજાર લોકો જ દર્શને આવે છે.

19 માર્ચ થી 8 જૂન સુધીના સમયગાળામાં 2 મહિના અને 20 દિવસ સુધી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યા બાદ જ્યારે મંદિરના દ્વાર ખુલ્યાને ચાર મહિના પસાર થયા છે. પણ હજુ સુધી સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકો અને પ્રવાસીઓની સંખ્યામાં ઉણપ જોવા મળી રહી છે. જે સોમનાથ ના પ્રવાસન ઉપર ગુજરાન ચલાવતા આશરે 1500 પરિવારો પણ બેકારીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં દેવાધિ દેવ સોમનાથ મહાદેવ મંદિરની આવકમાં દર વર્ષ સતત વધારો થયો છે.

આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માતઃ રિવર્સ ગિયરમાં કાર ચાલું થતા લાગ્યો જોરદાર ઝાટકો, ઝાડ અને કારના દરવાજા વચ્ચે ફસાતા મહિલાનું મોત

ગત વર્ષ સોમનાથ મંદિર ટ્રસ્ટને 46 કરોડ રૂપિયા ની આવક થઈ જેમાં 35 કરોડ જેટલા રૂપિયાનો ખર્ચ પણ થયો. સોમનાથ મંદિર ટ્રસ્ટની અવાક વર્ષ દરવર્ષ ભારે વધી રહી છે. તો દર વર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેનો યોગ્ય રીતે વિકાસના કાર્યોમાં ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ-25 વર્ષની મહિલા નવા જુત્તા ખરીદવા માટે બ્લેક માર્કેટમાં વેચી રહી હતી પોતાની પુત્રી, રંગેહાથ ઝડપાઈઆ પણ વાંચોઃ-વૈભવી ઘરમાં રહેતી હતી ભ્રષ્ટાચારી આંગણવાડીની સામન્ય મહિલા કર્મચારી, સોના-ચાંદીના ઘરેણાંની છે શોખીન

સોમનાથ મંદિરની મિલકતમાં પણ જોરદાર વધારો થયો છે. સોમનાથ ટ્રસ્ટની લગભગ 250 કરોડ ની મિલકત હતી જે વધીને હવે 321 કરોડ પહોંચી છે. સોમનાથ મંદિર દ્વારા શ્રદ્ધાળુઓ ની સુવિધા ને લય દર વર્ષ અલગ અલગ વિકાસ ના કાર્યોકરવામાં આવી રહયા છે.ઉલ્લેખનીય છે કે લોકડાઉન બાદ 6ઠ્ઠી સપ્ટેમ્બરે તિરૂપતિ બાલાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યુ હતું તે દિવસે 1 કરોડ રૂપિયાનું દાન આવ્યુ હતુ જે કોરોના કટોકટી પછી એક દિવસમાં આવેલું સૌથી વધું દાન હતું. તે સમયે 13,486 ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ 9, 10, 13 અને 14 સપ્ટેમ્બરના રોજ દાનની રકમ 1 લાખ કરોડને વટાવી ગઇ હતી. ત્યારબાદના સપ્તાહો દરમિયાન તિરૂપતિ દેવસ્થાન ટ્રસ્ટની દૈનિક દાનની આવક 1થી દોઢ કરોડ રૂપિયાની વચ્ચે રહી છે.
Published by: ankit patel
First published: October 10, 2020, 9:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading